Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ચીફ ઓફિસર દ્વારા શહેરમાં સફાઈ કામગીરી અંગે સરપ્રાઈઝ ચેકીંગ

ખંભાળિયાઃ ગુટલીબાજોમાં દોડધામઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૬: ખંભાળિયા શહેરમાં સફાઈ વ્યવસ્થા બાબતે વારંવાર ફરિયાદો આવતી હોય, ચીફ ઓફિસર રાહુલ કરમુર દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરીને શહેરના વિવિધ વોર્ડ તથા વિસ્તારોની જાતે મુલાકાત સેનેટરી ઈન્સ્પેક્ટરને સાથે રાખીને લેતા તથા વોર્ડમાં કામ કરતા સફાઈકર્મી તથા સુપરવાઈઝરોની હાજરી ચેકીંગ કરતા પ્રથમ વખત કોઈ ચીફ ઓફિસર દ્વારા આવું ચેકીંગ થતા કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

ચીફ ઓફિસરના ચેકીંગમાં નિયમિત રીતે દરેક વોર્ડમાં પાંચ-આઠ કર્મીઓ ગેરહાજર રજા ઉપર રહેતા હોય, આ કર્મીઓ નિયમિત થયા અથવા તો તેમના બદલે અન્ય વૈકલ્પિક કર્મી રાખવા તથા રોડ-રસ્તા મેઈન હોય તે સવારે જ સાફ થઈ જાય જેથી બહારથી આવતા લોકો પર ગંદા શહેરની છાપ ના પડે તેવી વ્યવસ્થા માટે આયોજન પણ હાથ ધરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial