Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ધ્રોલમાં પાંચ જેટલા ગામોની ૧૬૦ બહેનોના લાભાર્થે 'અંધશ્રદ્ધા નિર્મૂલન' કાર્યક્રમ યોજાયો

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા અંગેનો ભેદ સમજાવાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગર જિલ્લાના ધ્રોલમાં ઈન્દુભાઈ રાવલ ટ્રસ્ટના સહયોગથી ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત અને એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત શ્રી એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ અને એફ પ્રો બી સી આઈ પ્રોજેકટ દ્વારા ધ્રોલ વિસ્તારની આજુબાજુના પાંચ ગામોની ૧૬૦ બહેનો માટે * અંદ્ધશ્રદ્ધા નિર્મૂલન * કાર્યક્રમનું આયોજન ધ્રોળના પટેલ સમાજમાં કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કેન્દ્રના ડો સંજય પંડ્યાએ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા અંગેનો ભેદ સમજાવ્યો હતો, સાથે કંકુ પગલા, નાળિયેરમાંથી ચૂંદડી ચોખા , કંકુ તિલક વગેરે પ્રયોગો અને તેનું વિજ્ઞાન સમજાવ્યું હતું. સાથે સાથે પ્રોજેક્ટ મેનેજર શ્રી બંસલ દ્વારા ક્લાયમેટ ચેન્જ, જેન્ડર લીડ હિરલબેન દ્વારા મહિલાના અધિકારો વિશે તેમજ આરસેટી ,મિશન મંગલમ અને આત્મા  ધ્રોલ દ્વારા ની એસ.એચ.જી. રચના અને તેના દ્વારા બહેનોની આજીવિકામાં વધારો થાય, અને રોજગાર લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પીયુ મેનેજર પ્રવીણભાઈ ગોધાણી દ્વારા કરવામાં આવ્યું હતું અને એફ એફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial