Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

કાલાવડ પાસે ધાડ પાડવાની તૈયારી કરતી ટોળકીના એક શખ્સની જામીન અરજી નામંજૂર

ત્રણ મહિના પહેલાં એલસીબીએ ટોળકીને દબોચી હતીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: કાલાવડ પાસે રાત્રિના સમયે તિક્ષણ હથિયારો સાથે ધાડ પાડવાના ઈરાદાથી તૈયાર થતાં કેટલાક શખ્સોને ત્રણ મહિના પહેલાં એલસીબીએ દબોચી લીધા હતા. આરોપી પૈકીના એક શખ્સે જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી છે.

કાલાવડ પંથકમાં કેટલાક શખ્સો તિક્ષણ હથિયારો સાથે હાઈવે પર જઈ વાહનચાલકોને લૂંટી લેવાનો કારસો ઘડી લેવાની બાતમી પરથી ગઈ તા.૯-૧૦-રપની રાત્રે એલસીબી ટીમ ધસી ગઈ હતી. જ્યાં મચ્છલીવડ ગામના પાટીયા પાસેથી કેટલાક શખ્સો કોયતા સહિતના હથિયારો સાથે ઝડપાઈ ગયા હતા.

આ બાબતનો ગુન્હો કાલાવડ પોલીસમાં નોંધાયા પછી પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી અને અદાલતે તેઓને જેલહવાલે કર્યા હતા. આરોપી પૈકીના વસીમ ઉર્ફે અંજુમ અબ્દુલ મુસાણીએ જામીનમુક્ત થવા અરજી કરી હતી. અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી આ આરોપીની અરજી ફગાવી દીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial