Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ઓખા પાસે સુદર્શન સેતુ પર જોખમી રીતે વાહન ચલાવતા સિંહોરના શખ્સ સામે ગુન્હો

બોનેટ પર મહિલા બેઠા હોય તેવો વીડિયો વાયરલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: ઓખાથી બેટ દ્વારકા વચ્ચેના સુદર્શન સેતુ પર સીન જમાવતા વીડિયો બનાવવાનો વધતો જતો ક્રેઝ પોલીસ મથક સુધી પહોંચી રહ્યો છે. ભયજનક રીતે વાહન ચલાવી રહેલા વ્યક્તિઓ સામે અવારનવાર પોલીસ કાર્યવાહી કરી રહી છે. તે દરમિયાન એક યુવતીને બોનેટ પર બેસાડી મોટર ચલાવવા અંગે પોલીસે ભાવનગરના સિંહોરના શખ્સ સામે ગુન્હો નોંધી તેની પાંચ લાખની મોટર કબજે કરી છે.

દેવભૂમિ દ્વારકામાં આવેલા ઓખાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પરથી પસાર થતી એક કારમાં બોનેટ પર બેસીને એક યુવતી જતી જોવા મળી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ઉપરોક્ત વીડિયો પોલીસ સુધી પહોંચતા પોલીસે તે મોટરના નંબર પરથી શરૂ કરેલી તપાસમાં ભાવનગરના ગિરીશ વીરાભાઈ પરમાર નામના શખ્સની મોટર કબજે કરી તેની સામે પોતાની તેમજ અન્યની જિંદગી જોખમાય તે પ્રકારે વીડિયો બનાવવા અંગે કાર્યવાહી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial