Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

અલીયામાં બીએસએનએલનો પાંત્રીસ હજારનો વાયર ચોરાયો

૩૩ મીટર વાયર કાપી ગયાની કરાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના અલીયા ગામમાં ચાલતા ગટરની લાઈન નાખવા માટેના ખોદકામના સ્થળે જમીનમાંથી મળી આવેલા બીએસએનએલના વાયરને ત્યાં રાખી મૂકવામાં આવ્યો હતો. તે વાયરમાંથી રૂ।.૩૫ હજારનો ૩૩ મીટર વાયર કોઈ કાપી ગયું છે.

જામનગર તાલુકાના અલીયા ગામમાં આવેલા બાપા સિતારામ ચોક પાસે ગટરની લાઈન નાખવા માટે કરાઈ રહેલા ખોદકામ દરમિયાન ત્યાંથી બીએસએનએલ કંપનીની લેન્ડલાઈન સર્વિસના બે ડેડ કોપર વાયર નીકળ્યા હતા. તેને આ સ્થળે રાખી મૂકવામાં આવ્યા હતા.

ઉપરોક્ત ૯૦ મીટર વાયરમાંથી ગઈ તા.૧ની રાત્રિથી માંડી તા.રની સવાર સુધીમાં કોઈ તસ્કર ૪૧૩ની કોપરનો ૨૫ મીટર કેબલ અને ૧૦૦ પેરની કોપરનો ૮ મીટર વાયર કાપી ગયો હતો. અંદાજે રૂ।.૩૫ હજારની કિંમતના ૩૩ મીટર વાયરની ચોરી અંગે બીએસએનએલના કર્મચારી અને જામનગરમાં રહેતા એસ.એમ. ચેમટે દ્વારા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. બીએનએસની કલમ ૩૦૩ હેઠળ ગુન્હો નોંધાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial