Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં મહાનગરપાલિકાની કરોડોની ધૂળ ખાતી મિલકતો માટે એક સુરક્ષા ગાર્ડ પણ નહીં?

અધિકારી-પદાધિકારીઓની સુરક્ષા માટે બેવડી સુરક્ષા વ્યવસ્થા પાછળ લાખોનું આંધણ પણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગર મહાનગર પાલિકાની અનેક કરોડો રૂપિયાની કિંમતની મિલકતો ધૂળ ખાય છે. ત્યાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી, જ્યારે વાહન પાર્કિંગ અને અધિકારીઓ-પદાધિકારીઓની સુરક્ષા માટે અઢળક સ્ટાફ ખડકી દેવાયો છે, અને તે માટે લાખોનો ખર્ચ કરવામાં આવે છે, જ્યારે કરોડોની મિલકતો બીનવારસુ હાલતમાં જોવા મળે છે.

જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓને પદાધિકારીઓની સુરક્ષા માટે મહાનગરપાલિકાની સિક્યોરીટી શાખા તો છે જ, પરંતુ આ મહાનુભાવોને વધારાની સુરક્ષા માટે ખાનગી સિક્યોરીટી, એક્સ આર્મી મેનની વધારાની સેવા પણ લેવામં આવી રહી છે. આ માટે ખાનગી સિક્યોરીટી એજન્સીને લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

જ્યારે પ્રજાના વેરાના પૈસામાંથી કરોડો રૂપિયાના ખર્ચથી નિર્માણ કરાયેલ મિલકતો બીનવારસુ હાલતમાં જોવા મળી રહી છે. આ મિલકતો હાલ કેવી હાલતમાં છે તેને જોવાની પણ દરકાર લેવામાં આવતી નથી.

દાખલા તરીકે ગોલ્ડન સિટી, પોલીસ હેડક્વાટર્સ પાછળના વિસ્તારમાં આવાસ યોજનાના મકાન પાસે મસમોટો કોમ્યુનિટી હોલ બનાવાય છે, જ્યાં સારા-નરસા પ્રસંગે જગ્યા મામલુલી ભાડે આપવામાં આવે છે, પરંતુ આ જગ્યા સદંતર બીનવારસુ હાલતમાં છે. અહિંના બારી-દરવાજામાં કાચ તૂટલી હાલતમાં છે.

અમુક તત્ત્વો મોડી રાત્રે આસાનીથી અંદર ઘૂસી શકે તેવી હાલતમાં આ ખંઢેર જોવા મળ્યું છે. સાફ-સફાઈનો સદંતર અભાવ છે. સંડાસ-બાથરૂમની હાલત પણ સારી નથી.

ટૂંકમાં સુરક્ષા વ્યવસ્થાના અભાવે આવી અનેક મિલકતો ખંઢેર બની રહી છે. અહિં એક સુરક્ષા ગાર્ડ રાખી ન શકાય? તેમજ આ જગ્યા ભાડે આપી મહાનગરપાલિકાએ પોતે કરેલા કરોડોના ખર્ચમાંથી ભાડા પેટે આવક રળવાની રહે છે, પરંતુ નબળા અસંખ્ય લોકોને ખબર પણ નથી કે મહાનગરપાલિકા આવી કોઈ મિલકત ઓછા ભાડે આપે છે, કારણ કે મહાનગરપાલિકા તરફે કોઈ પબ્લિસિટી-જાહેરાત કરવામાં આવતી નથી. કરોડોનું બાંધકામ કામો પછી તેને બિનવારસુ હાલતમાં છોડી દેવામાં આવે છે. આ તો એક જ દૃષ્ટાંત રજૂ કર્યું છે. આવી તો અનેક મિલકતો રેઢિયાળ હાલતમાં પડી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial