Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ૪રમા પાટોત્સવ પર ઉજવાયો શાકોત્સવઃ મહાપ્રસાદ

જામનગરમાં શ્રી આણદાબાવા સંસ્થાના ઉપક્રમે ધર્મોત્સવઃ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં લીમડાલાઈનમાં આવેલ તથા શ્રી આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ૪ર મા પાટોત્સવની ઉજવણી નિમિત્તે સંસ્થાના મહંત પૂ. દેવપ્રસાદજી બાપુના સંકલ્પથી પરંપરાગત રીતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને પણ શાકભાજીના જ માળા વિગેરે આભૂષણો તૈયાર કરી વિશેષ શ્રૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. સેંકડો હરિભક્તો પ્રસાદની સામગ્રી તૈયાર કરવા શ્રમ યજ્ઞ કરી કૃતાર્થ થયા હતાં. પૂ. દેવપ્રસાદજી બાપુએ પણ રસોઈમાં પ્રતીક યોગદાન આપી ભક્તિ અને ભોજનનો મહિમા ચરીતાર્થ કર્યો હતો. બપોરે ૧ર કલાકેથી અન્નકૂટ દર્શન યોજાયા હતાં તથા ૧ર-૧પ એ મહાઆરતી યોજાઈ હતી. બપોરે ૧ કલાકે હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial