
જામનગર શહેર કોંગ્રેસ મહામંત્રીનો પ્રતિભાવ
જામનગર તા. રઃ જામનગર શહેર કોંગ્રેસ મહામંત્રી ભરતભાઈ વાળાએ કેન્દ્રીય અંદાજપત્રને મધ્યમવર્ગ માટે નિરાશાજનક જણાવ્યું છે.
તેમના પ્રતિભાવમાં જણાવ્યા પ્રમાણે સરકાર દાવો કરે છે કે, દેશના રપ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, તો પછી હજીપણ ૮૦ કરોડ લોકો મફત અનાજ ઉપર કેમ નભે છે...?
દેશનો મોટો વર્ગ અત્યારે ગરીબી, મોંઘવારી અને બેરોજગારીની ગંભીર સમસ્યાથી પિડીત છે. વિદેશીયાત્રા સસ્તી કરવાની જાહેરાત હાસ્યાસ્પદ છે. નાના રોકાણકારો પર સબ-ઈન્કમટેક્સ એસટીટીમાં વધારો અને બાય બેક પર ટેક્સ નાખવાથી શેરબજારમાં લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. બ્રાસ સ્ક્રેપમાં ડ્યુટી વધારવાથી જામનગરના બ્રાસ ઉદ્યોગમાં નિરાશા ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial