Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

કેન્દ્રીય અંદાજપત્રને ઈટ્રા સંસ્થાના ડાયરેકટર પ્રો. ડો. તનુજા નેસરીનો આવકાર

નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર ઈટ્રા સંસ્થાના ડાયરેકટર પ્રો. ડો. તનુજા નેસરીએ કેન્દ્રીય અંદાજપત્રને આવકાર આપતા પ્રતિભાવમાં જણાવ્યું છે કે જામનગરનું ડબલ્યુ.એચ.ઓ. ગ્લોબલ ટ્રેડીશનલ મેડિસીન સેન્ટર અપગ્રેડ થશે તેમજ આયુષ ઈન્ફ્રાસ્ટ્રકચર અને વૈશ્વિક પહોંચ માટે મોટા પ્રોત્સાહનની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે.

આ બજેટમાં આયુષ સિસ્ટમ ૨૦ ટકાનો વધારો અને ડબલ્યુ.એચ.ઓ. માટે વૈશ્વિક કક્ષાએ આયુર્વેદ અને સમગ્ર આયુષ સિસ્ટમને પ્રોત્સાહન તો મળશે જ સાથોસાથ વિશ્વના નકશામાં ડબલ્યુ. એચ. ઓ. ના વિકાસ થી એક નવું સિમાચિહ્ન જામનગર માટે અંકિત થશે. ભારતને મેડિકલ ટૂરિઝમ સેવાઓ માટે પસંદગીના સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવા માટે, સરકારે ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં પાંચ પ્રાદેશિક મેડિકલ હબ સ્થાપવામાં રાજ્યોને ટેકો આપવાની દરખાસ્ત કરી છે. આ હબ એકીકૃત હેલ્થકેર કોમ્પ્લેકસ તરીકે કાર્ય કરશે, જે એક જ છત્ર હેઠળ તબીબ સેવાઓ, શિક્ષણ અને સંશોધન સુવિધાઓને જોડશે. જેથી મેડિકલ વેલ્યુ ટૂરિઝમ માટે પ્રાદેશિક મેડિકલ હબ ઊભરી આવશે.

સૂચિત મેડિકલ હબમાં આયુષકેન્દ્રો, મેડિકલ વેલ્યુ ટૂરિઝમ ફેસેલિટેશન સેન્ટર્સ અને નિદાન સારવાર પછીની સંભાળ અને પુનઃવસન માટે અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રકચર હશે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મુલાકાતીઓ માટે દર્દીના અનુભવને વધારવા ઉપરાંત આ હબ ડોકટરો અને સંલગ્ન આરોગ્ય વ્યાવસાયિકો સહિતના આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો માટે વિવિધ રોજગારીની તકો ઊભી કરે તેવી અપેક્ષા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial