Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દર્દીની શારીરિક, માનસિક સાથે ભાવનાત્મક દૃષ્ટિકોણથી સારવારઃ ડૉ.ખ્યાતી વસાવડા

વિશ્વ કેન્સર દિવસ

                                                                                                                                                                                                      

વિશ્વ કેન્સર દિવસ ૪ ફેબ્રુઆરી, વૈશ્વિક સ્તરે કેન્સર વિશે જાગૃતિ વધારવા માટે ઉજવવામાં આવે છે. તે વિશ્વભરમાં કેન્સરના વધતા કેસો અને ગંભીરતાને પ્રકાશિત કરે છે. આ દિવસ નિવારણ, વહેલી તપાસ અને સમયસર સારવારને પ્રોત્સાહન આપે છે. વહેલું નિદાન રોગની આક્રામકતા અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરે છે. આ ઉપરાંત કેન્સર વિશેની અફવાઓ ભય અને કલંકને પણ સંબોધિત કરે છે. તે દરેક માટે કેન્સર સંભાળની સમાન પહોંચને પ્રોત્સાહન આપે છે. આ દિવસ વ્યકિતઓ, સંસ્થાઓ અને આરોગ્ય વ્યવસ્થાઓને વિશ્વભરમાં એક કરે છે. મહત્ત્વની વાત એ છે કે વિશ્વ કેન્સર દિવસ આપણને યાદ અપાવે છે કે કેન્સર તબીબી સમસ્યા સાથે સામાજિક, આર્થિક અને ભાવનાત્મક પડકાર છે.

આ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર ઈન્સ્ટિટયુટ)ના મેડિકલ ડાયરેકટર અને મોઢા તથા ગળાના કેન્સરના નિષ્ણાત ડૉ. ખ્યાતી વસાવડાએ માહિતી આપેલ હતી કે રાજકોટ કેન્સર સોસાયટી સૌરાષ્ટ્ર-કચ્છ રિજીયનમાં કેન્સરની સંપૂર્ણ સારવાર એકછત્ર હેઠળ પૂરી પાડતી હોસ્પિટલ છે.

આ વર્ષની વિશેષ થીમ યુનિટી, એક્શન, હોપ પર ભાર મુકવામાં આવશે એટલે કે આપણે સૌ એકતા, આશા અને કાર્યવાહીથી આગળ વધીએ અને કેન્સરના દર્દીઓને થતી તકલીફો માંથી તેમને બહાર કાઢીએ. રાજકોટ કેન્સર સોસાયટી હંમેશાં સંપૂર્ણ સારવાર પર વધારે ધ્યાન કેન્દ્રીત કરે છે. જેમાં દર્દીની શારીરિક, માનસિક અને ભાવનાત્મક આરોગ્યની તમામ જરૂરિયાતોને અને દર્દીની તકલીફોને ઘ્યાને લઈને કરવામાં આવતી સારવાર પદ્ધતિ છે. જેમાં રોગથી બચાવ, સમયસર નિદાન, સારવાર દરમ્યાન થતી તકલીફોમાંથી દર્દીને રાહત અને જીવનની ગુણવત્તા સુધારવા પર ઘ્યાન દેવામાં આવે છે જેથી દર્દી પોતાના જીવનમાં સામાન્ય રીતે રોજિંદા કાર્યો કરી શકે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial