Sensex

વિગતવાર સમાચાર

અત્યારે લગ્નની સિઝન પુરબહારમાં ચાલે છે. જેમાં આજકાલ વિધિ ઓછી અને ઉજવણી વધારે છે.

આજે હું શું પહેરૃંં ?

                                                                                                                                                                                                      

બધા કહે છે કે લગ્ન એ તો એક પવિત્ર બંધન છે, બે આત્માઓના પવિત્ર મિલનની વાત છે. સાચું કહું  તો લગ્ન એ તો બે આત્માઓના પરફેક્ટ મેચિંગની વાત છે. હા,  ક્યારેક ક્યારેક તેમાં પરફેક્ટ મિસ  મેચિંગ પણ જોવા મળે છે, દા. ત. કોઈ લગ્ન સમારંભમાં જવા માટે તૈયાર થવાનું હોય ત્યારે આવું  પરફેક્ટ મિસ મેચિંગ જોવા મળે છે. લગ્નમાં જવા માટે પતિ તો સમયસર તૈયાર થઈને બેસી જાય છે.  જ્યારે પત્ની તો વોર્ડરોબ સામે ઊભા ઊભા વિચારે જ રાખતી હોય છે કે, *આજે હું કયો ડ્રેસ પહેરું ?*

જી હા, આ તો આપણો પરમેનન્ટ પ્રોબ્લેમ છે.. ફક્ત આપણો જ નહીં પરંતુ દુનિયા આખીનો  પ્રોબ્લેમ  છે. એક એવો સનાતન પ્રોબ્લેમ કે જેનો કોઈ ઉકેલ જ નથી.

આ પ્રોબ્લેમની શરૂઆત વોર્ડરોબથી થાય.. એવા વોર્ડરોબથી કે જે શર્ટ, કુર્તી, ગાઉન, જીન્સ, જેકેટ,  સેન્ડલ, પર્સ, વગેરેથી છલોછલ ભરેલું હોય.. જાણે એક ટેક્સટાઇલ મ્યુઝિયમ.. એવું મ્યુઝિયમ કે જ પૂરેપૂરું લાગણીથી રંગાયેલું પણ હોય.

આ મ્યુઝિયમમાં કલેક્શન પણ એટલું બધું સમૃદ્ધ હોય કે તેમાંથી કપડા લેવા માટે સગા સંબંધીઓ કે  મિત્રો અવારનવાર આપણી મુલાકાત લેતા રહે. અને છતાં પણ આ રૂમમાંથી જ શ્રીમતીજીની ફરિયાદ  વારંવાર સાંભળવા મળે કે, *મારી પાસે તો આ લગ્ન પ્રસંગે પહેરવા જેવા કોઈ કપડા છે જ નહીં ને..  !!*.

જો કે આ મેચિંગની સમસ્યા લગ્ન પ્રસંગ સિવાય પણ અવારનવાર નડતી જ રહે છે. ક્યાંય પણ બહાર  જવાનું થાય ત્યારે મેચિંગ તો કરવું જ પડે. મોલમાં શોપિંગ કરવા જવું હોય ત્યારે કેઝ્યુઅલ જ જોઈએ.  ફેમિલી સાથે લંચમાં જવું હોય ત્યારે વેસ્ટર્ન જ જોઈએ.. પડોશીની બિલાડી કે કુરકુરિયાની બર્થ ડે પાર્ટી  છે ? તો આવી પાર્ટીમાં જવા માટે એથનિક ડ્રેસ જ જોઈએ..!

પ્રસંગ પ્રમાણે કપડાની પસંદગી કરવી એ કોઈ લાઈફ સ્ટાઇલનો પ્રશ્ન છે જ નહીં. આ તો રોજ સવારે  કરવી પડતી આધ્યાત્મિક વિધિ છે. ઉપર સ્વર્ગમાંથી જ આપણી જોડીની પસંદગી કરી આપનાર  દેવતાની કરવી પડતી પૂજા છે.. આ તો તમારો પ્રેમ, તમારી ધીરજ, અને ખાસ તો તમારી કપડા પસંદ  કરવાની આવડતની કસોટી છે.

આ બધું છતાં પણ મને આ કળા પસંદ છે. કારણ કે આપણા દેશનું, અને દુનિયા આખીનું અર્થતંત્ર  પણ આ *આજે હું શું પહેરૃં ?* એ પ્રશ્નના કારણે પ્રગતિ કરે છે. આ પ્રશ્નનો જવાબ આપવા માટે જ  બજારમાં સતત નવી નવી વસ્તુઓ આવતી રહે છે. પરિણામે ઉત્પાદન અને રોજગાર પણ વધતા રહે  છે, જેના કારણે દેશની સમૃદ્ધિ પણ વધતી રહે છે. દેશની સમૃદ્ધિમાં આ વોર્ડરોબ કલેક્શન  કેટલો  ફાળો આપી શકે છે તે જોવું હોય તો તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી જયલલિતાના વોર્ડરોબ વિશે  થોડું જાણજો. તેના વોર્ડરોબમાં અસંખ્ય સાડી અને સેન્ડલોનું બહુમૂલ્ય કલેક્શન હતું. બહુ દૂર  ભૂતકાળમાં ન જવું હોય તો રિલાયન્સના શ્રી નીતા અંબાણીનું કલેક્શન પણ જોઈ શકાય. તેના હાથમાં  ઝૂલતા એક પર્સની કિંમતમાંથી તો મધ્યમ વર્ગના માણસની રોટી, કપડા ઓર મકાનની  જરૂરિયાત તો  સંતોષાય જ  જાય, સાથે સાથે એકાદ લક્ઝરી કાર પણ આવી જાય !

આવા આ ભવ્ય વોર્ડરોબના કારણે જ કદાચ મુકેશ અંબાણીએ, નીતા અંબાણીના *આજે હું શું  પહેરૃં..?* એ પ્રશ્નનો જવાબ આપવો પડતો નથી..! માટે હે  પ્રિય પતિદેવ, જો તમારી પત્ની ક્યારેય  પણ એવું પૂછે કે *આ કપડામાં હું કેવી લાગુ છું *તો તમારે ફક્ત એટલો જ જવાબ દેવો કે  *બ્યુટીફૂલ...!* તે સિવાયનો કોઈપણ જવાબ તમને એક મહાભારત યુદ્ધ તરફ દોરી જશે !!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial