Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ધ્રોળમાં રવિવારે કડવા પાટીદાર સમાજનું સ્નેહમિલનઃ કુરિવાજો હટાવવા થશે મંથન

સાંસદ પરષોત્તમ રૂપાલા અને પૂર્વ કલેક્ટર બી.એચ. ઘોડાસરા રહેશે ઉપસ્થિતઃ

                                                                                                                                                                                                      

ધ્રોળ તા. ૭: ધ્રોળના આંગણે પાટીદાર સમાજનો મહાસંગમ રચવા જઈ રહ્યો છે. તારીખ ૮ ફેબ્રુઆરીએ સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં યોજાનારા કડવા પાટીદાર સમાજ સ્નેહમિલનમાં સામાજિક કુરીવાજો દૂર કરવા મંથન થશે.

ધ્રોળ હાલના આધુનિક યુગમાં સામાજિક એક્તા વધુ મજબૂત બને અને નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા આશય સાથે રવિવાર, તા. ૮ ફેબ્રુઆરી ર૦ર૬ ના ધ્રોળમાં કડવા પાટીદાર સમાજનું ભવ્ય સ્નેહમિલન યોજાવા જઈ રહ્યું છે.

શ્રી જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયના યજમાનપદે યોજાનારા આ કાર્યક્રમમાં પડધરી, ધ્રોળ, જોડિયા, કાલાવડ અને જામનગર પંથકના પાટીદાર સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉમટી પડશે. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી સમાજને સંબોધિત કરશે. તેમની સાથે ઉમિયા પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ બી.એચ. ઘોડાસરા અને કડવા પટેલ કેળવણી મંડળના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા પણ મંચસ્થ રહી માર્ગદર્શન આપશે. સવારે ૯ કલાકે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થશે.

આ સ્નેહમિલન માત્ર મિલન પૂરતું સીમિત ન રહેતા એક વૈચારિક ક્રાંતિનું કેન્દ્ર પણ બનશે. કાર્યક્રમ દરમિયાન મહિલા સંમેલન અંતર્ગત સમાજમાં વધતા જતા છૂટાછેડાના પ્રમાણ, પી-વેડિંગના બિનજરૂરી ખર્ચ અને સામાજિક મતભેદો જેવા સંવેદનશીલ મુદ્દે ખુલ્લી ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત યુવાનોમાં વધતા વ્યસનો, મોજ-શોખ પાછળ થતી નાણાની બરબાદી અને વ્યાજના ચક્રમાં ફસાતા પરિવારોને બચાવવા માટે સકારાત્મક અમલવારી કરવા પર ભાર મૂકવામાં આવશે.

વિશેષમાં બપોરે ર-૩૦ કલાકથી સંસ્થાના આચાર્યા વિજ્યાબેન અશોકકુમાર છત્રોલા અને નિવૃત્ત થતા અન્ય શિક્ષિકા બહેનોનો વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજાશે. આ સંસ્થાને અનેક રાજ્ય કક્ષાના એવોર્ડ અપાવવામાં જેમના કાર્યકાળનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે તેવા આ નિષ્ઠાવાન શિક્ષકોનું સમાજ દ્વારા બહુમાન કરાશે. સાથે જ સંસ્થાની પૂર્વ વિદ્યાર્થિનીઓનું પણ સ્નેહમિલન યોજાશે. સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા પછી ઉપસ્થિત સૌ જ્ઞાતિજનો સમૂહ ભોજન લેશે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા શ્રી જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયના ટ્રસ્ટીગણ અને કારોબારી સભ્યો જહેમત ઊઠાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial