Sensex

વિગતવાર સમાચાર

ખંભાળિયાઃ કચરાના કાયમી નિકાલ માટે રૂ।. અઢી કરોડના ખર્ચે આયોજન

ડમ્પીંગ યાર્ડને ચોખ્ખું કરવા અમદાવાદની કંપનીને કામ અપાયું !

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૭: ખંભાળિયા તાલુકાના તરઘડી ગામ પાસે ખંભાળિયા નગરપાલિકાની કચરાની ડમ્પીંગ સાઈડ આવેલી હોય ત્યાં વર્ષોથી હજારો ટન કચરો તથા પ્લાસ્ટીક પડેલું હોય અને અમુક અસામાજિક તત્ત્વો અવાર-નવાર ત્યાં આગ લગાડતા હોય તથા કેટલીક વખત આગ બુઝાવવામાં દિવસો નીકળતા હોય આ પ્રશ્નનો કાયમી નિકાલ લાવવા માટે ખંભાળિયા પાલિકા કચરાના ઢગલાના કાયમી નિકાલનું આયોજન કરવામાં આવ્યું છે.

ખંભાળિયા પાલિકાના ડમ્પીંગ યાર્ડમાં ૮૦ હજાર ટનથી વધુ કચરો વર્ષોનો પડયો હોય તેનો કાયમી નિકાલ કરવા તથા આખું ડમ્પીંગ યાર્ડ ચોખ્ખું કરવા માટે અમદાવાદની ખાનગી કંપનીને અઢી કરોડના ખર્ચથી કામ સોંપાયું છે જે તમામ ચોખ્ખું થઈ જતાં આગ લાગવાનું તથા આગથી ધૂમાડો ગુંગળામણના પ્રશ્ન ઉકેલાય જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial