Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

બીએમસીનું મેયરપદ ભાજપના ફાળે શિંદેની શિવસેનાને મળશે ડે. મેયર પદ

સસ્પેન્સનો અંત...

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૭: મુંબઈની બૃહ્દ મુંબઈ મહાનગરપાલિકામાં મેયર પદને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. ભાજપના રિતુ તાવડે મેયર પદ માટે આજે નોમિનેશન ફાઈલ કરશે, જ્યારે ડેપ્યુટી મેયરનું પદ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાને મળશે.

રિતુ તાવડે ઘાટકોપરની વોર્ડ નંબર ૧૩ર થી સતત ત્રીજી વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયા છે. તેમની સૌથી મોટી રાજકીય તાકાત તેમની સ્વીકાર્યતા મનાય છે. મરાઠી સમુદાયથી હોવા છતાં ગુજરાતીઓની બહુમતી ધરાવતા વોર્ડમાં જીતની હેટ્રીક લગાવીને તેમણે સાબિત કર્યું હતું કે, તેમની છબિ જાતિગત સમિકરણોથી ઉપર છે.

પાર્ટીમાં તેમને એક એવા નેતા તરીકે જોવામાં આવે છે જે જમીન સાથે જોડાયેલા મુદ્દાઓ પર પ્રજા સાથે સીધી રીતે વાતચીત કરે છે અને નાગરિકોની સમસ્યાઓને તાત્કાલિક ઉકેલવાના પ્રયાસો કરે છે. રિતુ તાવડેની રાજકીય કારકિર્દી પ્રભાવશાળી રહી છે. તેમણે ર૦૧ર માં કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તે બીએમસીની મહત્ત્વપૂર્ણ શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. હાલમાં તે મહારાષ્ટ્રના પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે સક્રિય છે.

જ્યારે ગઠબંધનની શરતો હેઠળ ડેપ્યુટી મેયર પદ શિંદે સેનાને મળશે. તેમના પક્ષ તરફથી સંજય શંકર ઘાડીને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. મહાયુતિના નેતાઓનું માનવું છે કે તાવડે અને ઘાડીની જોડી મુંબઈના વિકાસ કાર્યોને નવી ગતિ આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial