Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

'વચગાળાનો કરાર' મેક ઈન ઈન્ડિયા અને વિકસિત ભારત માટે ગેમ ચેન્જર બની રહેશેઃ પીએમ નરેન્દ્ર મોદી

ભારત-અમેરિકા વચ્ચે વેપાર ક્ષેત્રે ઐતિહાસિક સમજુતિઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૭: ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચેના સંયુક્ત નિવેદન અંગે વિગતવાર વાત કરી હતી, જેમાં વચગાળાના વેપાર-કરાર માટેના માળખાની જાહેરાત કરવામાં આવી છે. આ ઐતિહાસિક કરાર હેઠળ અમેરિકા દ્વારા ભારત પરના ટેરિફ ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવશે, જે ભારતીય નિકાસકારો માટે મોટા રાહતના સમાચાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરીને આ કરારને બન્ને મહાન રાષ્ટ્રો વચ્ચેના વિશ્વાસ અને ગતિશીલતાનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો વ્યક્તિગત રસ લેવા બદલ અને બન્ને દેશો વચ્ચેના મજબૂત સંબંધો પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતોકે આ માળખું ભારતની 'મેક ઈન ઈન્ડિયા' ઝુંબેશને વધુ શક્તિશાળી બનાવશે.

વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતના ખેડૂતો, સાહસિકો, નાના-ઉદ્યોગો, ઈનોવેટર્સ, માછીમારો માટે નવી તકોના દ્વાર ખોલશે. દેશના ખાસ કરીને મહિલાઓ અને યુવાનો માટે મોટાપાયે રોજગારીનું સર્જન કરશે.

આ માળખું માત્ર દ્વિપક્ષીય વેપાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સ્થિતિસ્થાપક અને ભરોસાપાત્ર સપ્લાય ચેઈનને મજબૂત બનાવી વૈશ્વિક આર્થિક વિકાસમાં પણ ફાળો આપશે. વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, ભારત જ્યારે 'વિકસિત ભારત' બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ત્યારે અમેરિકા જેવી સત્તાઓ સાથેની આ ભાગીદારી ભવિષ્યલક્ષી છે જે દેશના લોકોને સશક્ત બનાવશે અને સહિયારી સમૃદ્ધિમાં વધારો કરશે. આર્થિક મુત્સદ્દીગીરીના ભાગરૂપે આ ટ્રેડ ડીલ ભારત માટે લાંબાગાળે અત્યંત ફાયદાકારક સાબિત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial