Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દેશભરમાં આજે ઓલા, ઉબર અને રેપિડોના ડ્રાઈવરોની હડતાળ?

એ૫ આધારિત ટ્રાન્સપોર્ટ વર્કસની ઘટતી કમાણી, વધતા શોષણનો વિરોધ :

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૭: સમગ્ર દેશમાં શનિવારે એપ આધારિત ટ્રાન્સપોર્ટ વર્કર્સ (ગિગ વર્કર્સ)ની હડતાળ છે. તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન અને ઇન્ડિયન ફેડરેશન ઓફ એપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ સાથે સંકળાયેલા ડ્રાઇવરો અને વર્કર્સે આ હડતાળની જાહેરાત કરી છે.

આ હડતાળ ડ્રાઇવરોની ઘટતી કમાણી, વધતા શોષણ અને સરકાર દ્વારા ન્યૂનતમ બેઝ ફેર નક્કી ન કરવાના વિરોધમાં કરવામાં આવી રહી છે. આમાં ઓલા, ઉબર, રેપિડો, પોર્ટર સહિત અન્ય એપ-આધારિત ટ્રાન્સપોર્ટ સેવાઓ સાથે સંકળાયેલા ડ્રાઇવરો સામેલ થશે.

યુનિયનોના મતે, આ દરમિયાન કેબ અને બાઇક ટેક્સી સેવાઓ પર અસર રહેશે. ડ્રાઇવરોનો આરોપ છે કે બાઇક ટેક્સી સેવાઓ ગેરકાયદેસર છે. ઓલા, ઉબર, રેપિડો જેવી કંપનીઓ ભાડું મનસ્વી રીતે નક્કી કરી રહી છે, જેનાથી ડ્રાઇવરોને નુકસાન થઈ રહૃાું છે.

ડ્રાઇવરો ઇચ્છે છે કે બાઇક ટેક્સી પર પ્રતિબંધ મૂકવામાં આવે અને ભાડું નક્કી કરવામાં કંપનીઓની મનમાની ખતમ થાય.

ઓલા-ઉબર પ્લેટફોર્મ પર દેશભરમાં લગભગ ૩૫ લાખ ડ્રાઇવરો રજિસ્ટર્ડ છે. આ હડતાળથી દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મોટા શહેરોમાં સૌથી વધુ અસર થવાની આશંકા છે. ભોપાલમાં લગભગ ૧૫ હજાર વાહનો ઓલા-ઉબર સાથે જોડાયેલા છે, જ્યારે રેપિડો સાથે લગભગ ૩ હજાર બાઇક રજિસ્ટર્ડ છે.

તેલંગાણા ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સ યુનિયને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને ન્યૂનતમ ભાડું નક્કી કરવાની માગ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial