Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલઃ વેપાર વૃદ્ધિ માટે 'વચગાળાના કરાર'નું એલાન

ભારત આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી પ૦૦ અબજ ડોલરની ખરીદી કરશેઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૭: ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (અમેરિકા) એ પરસ્પર ફાયદાકારક અને સંતુલિત વેપાર સંબંધોના નવા અધ્યાયની શરૂઆત કરતા એક માળખાગત 'વચગાળાના કરાર' પર પહોંચવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. આ સમજુતિ ૧૩ ફેબ્રુઆરી, ર૦રપ ના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર વાટાઘાટોનું સીધું પરિણામ છે. આ માળખું બન્ને મહાસત્તાઓ વચ્ચેના વિશ્વાસ અને ગતિશીલતાનું પ્રતીક છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મજબૂત સપ્લાય ચેઈન અને સમાન બજાર પહોંચ સુનિશ્ચિત કરવાનો છે.

આ વચગાળા કરાર હેઠળ ભારત અને અમેરિકાએ ટેરિફના મોરચે મહત્ત્વના નિર્ણયો લીધા છે.

ભારત તમામ અમેરિકી ઔદ્યોગિક માલસામાન અને કૃષિઉત્પાદનો પરના ટેરિફમાં ઘટાડો અથવા સંપૂર્ણ નાબૂદી કરશે, જેમાં સૂકા ડિસ્ટિલર ગ્રેઈન્સ, પશુ આહાર માટે લાલ જુવાર, ડ્રાયફૂટ્સ, તાજા અને પ્રોસેસ્ડ ફળો, સોયાબીન તેલ તેમજ વાઈન અને સ્પિરિટ જેવી ચીજોનો સમાવેશ થાય છે.

અમેરિકા એક્ઝિક્યુટિવ ઓર્ડર ૧૪રપ૭ મુજબ ભારતીય મૂળના માલસામાન પર ૧૮ ટકાનો ટેરિફ રેટ લાગુ ધરશે. આ રાહતનો લાભ કાપડ, વસ્ત્રો, ચામડાની વસ્તુઓ, ફૂટવેર, પ્લાસ્ટિક, રબર, ઓર્ગેનિક કેમિકલ્સ અને હસ્તકલાના ઉત્પાદનોને મળશે.

વચગાળાના કરારના સફળ નિષ્કર્ષ પછી અમેરિકા જેનરિફ ફાર્માસ્યુટિકલ્સ, રત્નો, હીરા અને એરક્રાફ્ટના ભાગો પરથી પણ ટેરિફ હટાવી લેવાની પ્રક્રિયા હાથ ધરશે.

આ કરારની સૌથી મહત્ત્વની કડી ભારત દ્વારા આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી કરવામાં આવનારી પ૦૦ અબજ ડોલરની ખરીદી છે. ભારત આ રકમ ઊર્જા ઉત્પાદનો, વિમાન અને તેના સ્પેરપાર્ટસ, કિંમતી ધાતુઓ અને કોક્રિંગ કોલની ખરીદીમાં રોકશે. વધુમાં બન્ને દેશો ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ અને ડેટા સેન્ટર્સ જેવા ઉચ્ચ તકનિકી છેત્રોમાં વેપારમાં ધરખમ વધારો કરશે અને સંયુક્ત ટેકનોલોજી સહયોગનું વિસ્તરણ કરશે.

અમેરિકા દ્વારા અગાઉ રાષ્ટ્રીય સુરક્ષાના આધારે લાદવામાં આવેલા સ્ટીલ, એલ્યુમિનિયમ અને તાંબાના આયાત ટેરિફના સંદર્ભમાં ભારતના વિમાનના ભાગો પરથી પ્રતિબંધો હટાવવામાં આવશે. સામે પક્ષે, ભારતને ઓટોમોટિવ પાર્ટસ માટે પ્રેફરન્શિયલ ટેરિફ રેટ ક્વોટાનો લાભ મળશે. બન્ને રાષ્ટ્રો વેપારમાં નડતા બિન-ટેરિફ અવરોધો, જેમ કે અમેરિકી તબીબી ઉપકરણો માટેની જટિલ લાયસન્સિંગ પ્રક્રિયાઓ અને ભારતીય કૃષિ ઉત્પાદનો માટેના ધોરણો અંગે ચર્ચા કરી ઉકેલ લાવવા સંમત થયા છે. આ કરારનો સીધો લાભ માત્ર બન્નેદેશોને જ મળે તે માટે 'રૂલ્સ ઓફ ઓરિજિન' પણ સ્થાપિત કરવામાં આવશે. બન્ને દેશોના પ્રતિનિધિઓ હવે આ માળખાને ઝડપથી અમલમાં મૂકીને અંતિમ દ્વિપક્ષીય વેપાર કરાર (બીટીએ) તરફ આગળ વધશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial