Sensex

વિગતવાર સમાચાર

એક્યુપ્રેશર, સુજોક તથા મેગ્નેટ પદ્ધતિથી રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન

જીઆઈડીસી પ્લોટ એન્ડ શેર હોલ્ડર્સ એસો. દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા એકયુપ્રેશર, સુજોક તથા મેગ્નેટ પદ્ધતિથી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિઃશુલ્ક કેમ્પ તા. ૭-૨ થી તા. ૧૧-૨ સુધી સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ વાગ્યા દરમ્યાન કૌશલ્ય ભવન, જી.આઈ.ડી.સી. ફેઈસ-૨, પ્લોટ નંબર ૯૦, દરેડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં ચિકન ગુનીયા, સાંધાના દુઃખાવા, માઈગ્રેન, સંધિવા, સાઈટીકા, કમરનો દુઃખાવો, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ વગેરે દર્દોની સારવાર કરવામાં આવશે. કેમ્પમાં ડો. રામ મનોહર લોહિયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાના નિષ્ણાત ડો. સુમનકુમાર , ડો. બિક્રમસિંઘ અને થેરાપિસ્ટ કુલદિપસિંઘ સેવા આપશે. જનતાને આ કેમ્પનો લાભ લેવા એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial