Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં નાઈટ શુટીંગ વોલીબોલ ઈન્વિટેશન ટૂર્નામેન્ટનું આયોજનઃ ૧૬ ટીમોએ ભાગ લીધો

સ્વ. નરપતસિંહ એ. જાડેજાના સ્મરણાર્થે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરમાં ગાંધીનગર કોલોની વિસ્તારમાં સ્વ. નરપતસિંહ એ. જાડેજાના સ્મરણાર્થે નાઈટ શુટિંગ વોલીબોલ ઈન્વિટેશન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ખંભાળીયા કોર્ટ, રેટા કાલાવડ, વાંકિયા, જામજોધપુર, ખંભાળીયા, પોલીસ હેડ ક્વાર્ટર જામનગર, ગોકુલનગર, ડેન્ટલ હોસ્પિટલ તથા ચાર સ્થાનિક ટીમોએ ભાગ લીધો હતો. દરેક ખેલાડીઓ માટે રાત્રિ ભોજન, નાસ્તો, ચા-પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને કોઈપણ એન્ટ્રી ફી લેવામાં આવી ન હતી. આ ટુર્નામેન્ટની ફાયનલ બગસરા તથા ખંભાળીયા કોર્ટની ટીમ વચ્ચે રમાઈ હતી, તેમાં ખંભાળીયા કોર્ટની ટીમ વિજેતા થઈ હતી, જેના દરેક ખેલાડીઓને તથા ટીમને કેટેગરી મુજબ મેડલ, મોમેન્ટો તથા રોકડ પુરસ્કારો આપવામાં આવ્યા હતા.ં આ સફળ આયોજનમાં ગાંધીનગર કોલોની પરિવારના કલ્પેશ ગોસાઈ, ચિરાગ ગોસાઈ, ધર્મેન્દ્રસિંહ સોઢા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ ગોહિલ, જયદીપસિંહ ઝાલા, ક્રીપાલસિંહ જાડેજા વગેરે જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial