Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગરની જીએસટી કચેરીના બે અધિકારી સસ્પેન્ડઃ ચકચાર

જીએસટી કૌભાંડનો રેલો આવ્યો ?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગર જીએસટી વિભાગના બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાતા ચર્ચા જાગી છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર કારણ જાહેર થયું નથી પરંતુ જીએસટી કૌભાંડ કરનારના છેડા આ સસ્પેન્શનનું કારણ હોવાનું સાંભળવા મળી રહ્યું છે. જામનગરની સ્ટેટ જીએસટી કચેરીના આસી. કમિશનર એસ.કે. પટેલ અને સ્ટેટ ટેક્સ ઓફિસર રાહુલ મોટાને શનિવારે ઉપરી અધિકારી દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા હતાં.

જો કે તેનું કોઈ સત્તાવાર કારણ જાણવા મળ્યું નથી પરંતુ જામનગર જીએસટી કૌભાંડ માટે કુખ્યાત બન્યું છે. છેલ્લા થોડા વર્ષમાં શહેરના ત્રણ સીએ આ બાબતે અખબારોના પાને ચમકી ચૂક્યા છે. તેમાં છેલ્લા પ્રકરણમાં આ સસ્પેન્ડ કરાયેલા અધિકારીની ક્યાંય સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial