Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દ્વારકાઃ કુરંગાની ઘડી કંપની દ્વારા દ્વારકા જિલ્લાની ૩૫ શાળાઓના ૭ર૦ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયતઃ સન્માન

પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૯: દ્વારકાના કુરંગા સ્થિત આરએસપીએલ ઘડી કંપનીએ દ્વારકા જિલ્લાની ૩૫ જેટલી શાળાઓના અંદાજે ૭ર૦ જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કર્યા હતાં.

આજે ૭૭મા પ્રજાસત્તાકના અવસરે દ્વારકાના કુરંગા સ્થિત આરએસપીએલ ઘડી કંપની દ્વારા સીએસઆર (આરએસપીએલ વેલ્ફેર ફાઉન્ડેશન) દ્વારા દ્વારકા જિલ્લાની અંદાજિત ૩પ જેટલી શાળાઓના અંદાજે ૭ર૦ જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ આયોજન અંતર્ગત શાળાકીય પરીક્ષામાં ૧ થી ૩ ક્રમ પ્રાપ્ત કરનારા પ્રતિભાશાળી અને તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની મહેનત માટે સન્માનિત કરાયા હતાં.

આ કાર્યક્રમોમાં આ કંપનીના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને તેમને શિક્ષણના મહત્ત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ, આચાર્ય અને વાલીઓએ પણ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રેરણા આપી હતી. આ અવસરે આ કંપીનીના પ્રોત્સાહન અને સહયોગ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની પ્રગતિની નવી દિશા અને ઉમંગ પ્રાપ્ત કરશે તેવું શાળાઓના આચાર્ય, શિક્ષકો અને આગેવાનોએ જણાવ્યું હતું.

શિક્ષણ અને સામાજિક જવાબદારીને સૌથી આગળ રાખીને અનેક પ્રકારના સેવાકીય કાર્યો કરનાર આ કંપની અને તેના કર્મચારીઓનો શાળાના આચાર્યો, શિક્ષકો, આગેવાનો અને વાલીઓએ પોતાની પ્રશંસાના શબ્દો સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial