
રાશન લેવા બાબતે પ્રૌઢ પર ત્રણ વ્યક્તિનો હુમલોઃ
જામનગર તા. ૯: જામનગરના ધરારનગરમાં એક વ્યક્તિના અવસાન પછી રાશન લેવા બાબતે એક પ્રૌઢને તેમના જ કુટુંબી સાથે બોલાચાલી થયા પછી એક મહિલા સહિત ત્રણે તેમના ઘરે ધસી આવી પાઈપ, ઢીકાપાટુથી માર માર્યાે હતો. જ્યારે પડાણામાં પશુ ડોક્ટર તરીકે સેવા આપતા તબીબે ઝાખર ગામના પાંચ શખ્સ સામે ઓફિસે ધસી આવી હંગામો કર્યાની, ધમકાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ મગનભાઈ મકવાણા નામના પ્રૌઢના મોટાભાઈ બાબુભાઈનંુ ચારેક દિવસ પહેલાં અવસાન થયું હતું. તેઓની ઉત્તરક્રિયા માટે રાશન લેવા બાબતે તેમના પરિવારના દિનેશ બચુભાઈ મકવાણા સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખી શનિવારે બપોરે રમેશભાઈ પોતાના ઘરે હતા ત્યારે ધસી આવેલા દિનેશ બચુભાઈ, સુજલ સુરેશભાઈ, માનસીબેન સુજલભાઈ મકવાણાએ બહાર આવવાનું કહી ગાળો ભાંડી હતી અને બહાર આવેલા રમેશભાઈ પર પાઈપથી સુજલે હુમલો કર્યાે હતો. જ્યારે દિનેશભાઈ અને માનસીબેને ઢીકાપાટુથી માર માર્યાે હતો. વચ્ચે પડનાર રમેશભાઈના પુત્રવધૂ તુલસીબેનને પણ માનસીબેને ઈંટ ફટકારી હતી. સિટી બી ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામમાં રહેતા અને પશુ ડોક્ટર તરીકે ખાનગી કંપનીમાં સેવા આપતા દેશુરભાઈ કેશુરભાઈ કેશરીયા શનિવારે સવારે ચારેક વાગ્યે પડાણા ગામ પાસે પશુ દવાખાને હાજર હતા ત્યારે ઝાખર ગામના પાંચેક શખ્સ ધસી આવ્યા હતા અને તેઓએ અમારા ગામમાં પશુને સારવાર કેમ આપતા નથી તેમ કહી ગાળો ભાંડી દેશુરભાઈ તથા સ્ટાફને ધમકાવ્યા હતા.
આ બાબતની દેશુરભાઈએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેઓના દવાખાનામાં કામ કરતા સ્ટાફ સાથે ઝાખર ગામના લોકો ઝઘડો કરતા હોવાથી દેશુરભાઈ તથા સ્ટાફ ઝાખર ગામમાં પશુની સારવાર માટે જતા ન હોવાથી ઉપરોક્ત શખ્સોએ પડાણામાં ધસી આવી હંગામો મચાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial