Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

પતિ, સસરા, જેઠ-જેઠાણી સામે નગરના શિક્ષિકાએ ત્રાસ આપી પજવ્યાની કરી ફરિયાદ

અન્ય એક પરિણીતાની પતિ-સાસુ સામે ત્રાસ આપ્યાની રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના એક શિક્ષિકાએ પતિ, સસરા, જેઠ-જેઠાણી સામે ત્રાસ આપી પજવવા ઉપરાંત પતિએ તેણીને તથા પુત્રને માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. જ્યારે અન્ય એક પરિણીતાએ પણ પતિ, સાસુ સામે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ કરી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર નંદનવન પાર્કની શેરી નં.૧માં રહેતા પારૂલબેન નામના શિક્ષિકાના લગ્ન વર્ષ ૨૦૦૫માં જામનગર તાલુકાના વાણીયા ગામના કિશોરભાઈ નાથાભાઈ ડાંગર સાથે થયા પછી આ દંપતીને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. ત્યારપછી પતિ કિશોરભાઈ, સસરા નાથાભાઈ પાંચાભાઈ ડાંગર, જેઠ જયેશભાઈ તથા જેઠાણી જયાબેન જયેશભાઈ ડાંગરે અવારનવાર ગાળો ભાંડી શારીરિક તથા માનસિક ત્રાસ આપતા અને શનિવારે પારૂલબેન તથા તેમના પુત્રને મારકૂટ કરી ધમકી અપાતા હાલમાં પિયર પરત ફરેલા પારૂલબેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના લાલપુર બાયપાસ નજીક સહજાનંદ પાર્કમાં રહેતા ઉર્વીશાબેન જયંતિભાઈ ભંડેરીના લગ્ન ગઈ તા.૧૬-ર-૨૦ના દિને ગોકુલનગર રોડ પર શાંતિ હાર્મોની એપાર્ટમેન્ટમાં રહેતા બિરજુભાઈ મનસુખભાઈ આરદાણી સાથે થયા પછી પતિ બિરજુભાઈ તથા સાસુ હંસાબેને નાની બાબતોમાં ઝઘડા કરી તેણીને અવારનવાર ઘરમાંથી કાઢી મૂકવા ઉપરાંત ગાળો ભાંડતા આ પરિણીતાએ પિયર પરત ફર્યા પછી પતિ તથા સાસુ સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial