Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

રસોઈ બનાવતી વેળાએ ચૂલાની ઝાળ અડકી જતાં દાઝી ગયેલા મહિલાનું મોત

શુક્રવારે બપોરે દાઝ્યા પછી ગઈકાલે મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના શંકરટેકરી વિસ્તાર પાસે વસવાટ કરતા એક મહિલા શુક્રવારે રસોઈ બનાવતી વેળાએ ચૂલાની ઝાળથી દાગી ગયા હતા. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯ના છેવાડે શંકરટેકરી નજીક વસવાટ કરતા સવિતાબેન જગદીશભાઈ સોલંકી (ઉ.વ.૪૫) નામના મહિલા શુક્રવારે બપોરે પોતાના ઘરે ગેસના ચૂલા પર રસોઈ બનાવી રહ્યા હતા. આ વેળાએ કોઈ રીતે ચૂલાની ઝાળ તેઓના પહેરેલા કપડાને અડકી જતાં સવિતાબેન ગંભીર રીતે છાતી તથા મ્હોંના ભાગે દાઝી ગયા હતા. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ મહિલાનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર મયુરભાઈ સોલંકીએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial