Sensex

વિગતવાર સમાચાર

લગ્ન થતાં ન હોવાથી નાસીપાસ થઈ કાલાવડના નવાગામના પ્રૌઢે પીધી ઝેરી દવાઃ સારવારમાં મૃત્યુ

ખંભાળિયાના હંસ્થળમાં અકળ કારણથી પ્રૌઢનો ગળાફાંસોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: કાલાવડના નવાગામમાં આવેલા ખેતરમાં ગઈ તા.૩૧ના દિને એક પ્રૌઢે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. મૃતકના લગ્ન થતાં ન હોવાથી તેઓએ આ પગલું ભર્યું હોવાનું ખૂલ્યું છે. જ્યારે ખંભાળિયાના હંસ્થળમાં એક પ્રૌઢે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે.

કાલાવડ તાલુકાના નવાગામના વતની અને હાલમાં રાજકોટના મવડી પ્લોટમાં રહેતા મુકેશભાઈ લાલજીભાઈ અકબરી (ઉ.વ.પર) નામના વેપારીએ ગઈ તા.૩૧ના દિને નવાગામમાં આવી પોતાના ખેતરે જઈ ઝેરી દવા પી લીધી હતી. તેની જાણ થતાં મુકેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ દિનેશભાઈ લાલજીભાઈ અકબરીએ પોલીસને જાણ કરી છે.

પોલીસ સમક્ષ તેઓએ આપેલા નિવેદનમાં જણાવ્યા મુજબ મુકેશભાઈના લગ્ન થતાં ન હોવાથી કંટાળી જઈને તેઓએ ગઈ તા.૩૧ના દિને પોતાના વતનમાં આવી વાડીએ જઈ કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામના નાથાભાઈ દેવાભાઈ દેથરીયા નામના પ્રૌઢે શનિવારે સવારે પોતાના ખેતરે જઈ ખાટલા ભરવાની દોરી વડે લીમડાના ઝાડની ડાળીમાં ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના પુત્ર માલદેભાઈનું નિવેદન નોંધી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial