Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ વિરૂદ્ધની અપીલમાં વિલંબ અરજી રદ્દ કરી ટ્રિબ્યુનલે ફટકાર્યાે દંડ

મંજૂર થયેલા ફેરફાર રિપોર્ટ સામે થઈ હતી અપીલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ સામે રાજ્યના વકફ બોર્ડ સમક્ષ કરાયેલી અપીલ વિલંબ ધ્યાને ન લેવાની અરજ સાથે રજૂ થઈ હતી. આ વિલંબ અરજી રદ્દ કરી વકફ ટ્રિબ્યુનલે ત્રણ અરજદારને રૂ।.૧૦-૧૦ હજારનો દંડ ભરવા આદેશ કર્યાે છે.

જામનગરના જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના ચૂંટાયેલા વર્તમાન હોદ્દેદારો અંગે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા મંજૂર કરાયેલા ફેરફાર રિપોર્ટ સામે આરટીઆઈ કાર્યકર અલ્દુલ્લા વલીમામદ બ્લોચ, પૂર્વ સેક્રેટરી યાકુબ જુવારીયા, પૂર્વ સભ્ય મહેબુબ અલી વાઘેર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

તે અપીલ વિલંબથી થઈ હોવાની જુમા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના વકીલે કરતા વકફ બોર્ડે વિલંબ અરજી રદ્દ કરી હતી અને ત્રણેય અરજદારોને રૂ।.૧૦-૧૦ હજાર દંડ પેટે દસ દિવસમાં ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલરશીદ લુસવાલા, સેક્રેટરી ગુલાબ દસ્તગીર, યુનુસ દરજાદા તરફથી વકીલ હાજી હસન ભંડેરી, જાબીર હાજીહસન ભંડેરી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial