Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

કાલાવડના પીપરમાં કૂતરાના ટોળાએ તરૂણીને ઘેરી લઈ બચકા ભરતા તરૂણી મોતઃ અરેરાટી

વાડી વિસ્તારમાં ચારથી પાંચ કૂતરાએ ઘેરી લઈ ભર્યા બચકાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: કાલાવડના પીપર ગામમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના એક શ્રમિકની અગિયાર વર્ષની પુત્રી શુક્રવારે બપોરે મોટા ભાડુકીયા ગામથી ભાગ ખરીદીને પીપર તરફ જતી હતી ત્યારે આ તરૂણીને ચારથી પાંચ જેટલા કૂતરાઓએ ઘેરી લઈ ગળા, માથા સહિતના શરીરના ભાગોમાં બચકા ભરી લીધા હતા. આ તરૂણીનું સારવાર મળે તે પહેલાં મૃત્યુ નિપજ્યું છે. આ બનાવે અરેરાટી પ્રસરાવી છે.

કાલાવડ તાલુકાના પીપર ગામમાં આવેલા અશોકભાઈ રાંક નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ખરખડી ગામના વતની સુરલાભાઈ વેસ્તાભાઈ કનેશ નામના શ્રમિકની અગિયાર વર્ષની પુત્રી રાજલ શુક્રવારે પીપર ગામથી મોટા ભાડુકીયા ગામ તરફ જતી હતી ત્યારે વાડી વિસ્તારમાં રાજલને પાંચેક જેટલા કૂતરાઓઓ ઘેરી લીધી હતી.

આ તરૂણી પર તમામ શ્વાને પ્રાણઘાતક હલ્લો  કર્યાે હતો. પડી ગયેલી તરૂણીને માથા, કાન, ગળા, હાથ તથા પગમાં આ કૂતરાઓએ બચકા ભરી લીધા હતા. લોહીલુહાણ બની ગયેલી બાળકીને ત્યાં હાજર વ્યક્તિઓએ માંડમાંડ કૂતરાઓ પાસેથી છોડાવી સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે આ તરૂણીને ચકાસ્યા પછી મૃત્યુ પામેલી જાહેર કરતા અરેરાટી પ્રસરી ગઈ છે. પિતા સુરલાભાઈએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial