Sensex

વિગતવાર સમાચાર

ન્યાય વ્યવસ્થામાં ગુજરાત ૧૧ મા ક્રમેઃ કાનૂની સહાયનું બજેટ કેમ વપરાતું નથી?

'જસ્ટિસ ઈન્ડિયા'નો રિપોર્ટઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૯: 'જસ્ટિસ ઈન્ડિયા'ના રિપોર્ટમાં ગુજરાત ૧૧ મા સ્થાને શરકી જતા રાજ્યમાં ન્યાય વ્યવસ્થા તથા સરકાર દ્વારા થતી ફાળવણી તથા ખર્ચ અંગે ચર્ચા જાગી છે.

ન્યાયાપાલિકા, કાનૂની સહાય, જેલ વ્યવસ્થા, પોલીસતંત્ર તથા કાનૂન વિભાગને સાંકળીને તૈયાર થતા 'જસ્ટિસ ઈન્ડિયા'ના રિપોર્ટમાં ગુજરાતની ન્યાય વ્યવસ્થા તથા તેમાં રાજ્ય સરકારની ભૂમિકાની વાસ્તવિક્તા પ્રગટી છે.

આ રિપોર્ટને ગુજરાત માટે વોર્નિંગ બેલ ગણાવાઈ છે. એક તરફ બજેટ પૂરણું વપરાતું નથી, તો બીજી તરફ જિલ્લા કક્ષાની લીગલ એઈડની કચેરીઓ તથા સંબંધિત તંત્રોએ પૂરતી સ્ટેશનરી, અદ્યતન સાધન-સામગ્રી તથા મૂળભૂત વ્યવસ્થાઓ તથા સેવાઓની ઉણપ પણ રહેતી હોવાની સ્થિતિ કેટલાક જિલ્લાઓમાં હોવાની ચર્ચા થતી રહે છે.

ગ્રામ્ય વિસ્તારોમાં કાનૂની ક્લિનીક અને પેરાલિગલ વોલિન્ટિયચરો ઘટી રહ્યા હોવાથી ગરીબ લોકોને ન્યાય મેળવવો અઘરો થઈ રહ્યો છે.

ગુજરાતમાં હાઈકોર્ટ જજોની ૩૮ ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે, તો નીચલી અદાલતોમાં જજોની ૩૧ ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. હાઈકોર્ટમાં જજ દીઠ ૪૦૦૦ જેટલા કેસો છે. આ રીતે જગ્યાઓ ખાલી હોવાથી ન્યાયમાં વિલંબ થાય છે.

ગુજરાતની જેલો ઉભરાઈ રહી છે, અને ર૬ ટકાથી વધુ જેલો અંડરટ્રાયલ છે. આ કારણે જામીનપાત્ર અથવા બિનજામીનપાત્ર વિલંબિત કેસોમાં જામન મળવાપાત્ર હોય, તેવા કેસોનો ઝડપી નિકાલ થાય, તેવો વિકલ્પ અપનાવીને જેલો પરનું ભારણ ઘટાડવાની જરૂર પણ કાનૂની વર્તુળોમાં હંમેશાં ચર્ચાતી રહેતી હોય છે, કારણ કે વર્ષોથી અંડરટ્રાયલ કેદીઓ જેલમાં રહેતા હોય, અને ટ્રાયલ ચાલ્યા પછી તેને જામીન મળે, તે પછી તેમણે જેલમાં વિતાવેલા કેટલાક વર્ષો પછી ટ્રાયલના અંતે નિર્દોષ છોડે ત્યારે જેલમાં વિતેલા ઘણાં બધા વર્ષોનું જવાબદાર કોણ? તેવા પ્રશ્નો હંમેશાં રાજ્ય જ નહીં, રાષ્ટ્રીય કક્ષાએ પણ ઊઠતા રહે છે.

એવું કહેવાય છે કે, માનવ અધિકાર આયોગમાં પણ ૬પ ટકા જગ્યા ખાલી હોવાથી આ વ્યવસ્થામાં ગુજરાત ઘણું જ પાછળ રહી ગયું છે. એવી ટીકા પણ થઈ રહી છે કે વર્ષ ર૦ર૯ માં ગુજરાત ચોથા સ્થાને હતું, જેમાં આટલી બધી પીછેહઠ થઈ છે તે મુદ્દો વિધાનસભામાં પણ વિપક્ષો ઊઠાવશે, તેવા સંકેતો મળી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial