Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

અમેરિકા વધારાનો અંદાજે રૂ।. ૪૦ હજાર કરોડનો ટેરિફ રિફંડ આપશેઃ વ્હાઈટ હાઉસ

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરના મંતવ્ય મુજબ ટ્રમ્પ-મોદીની મજબૂત મિત્રતાનું આ પરિણામ છેઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૯: અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડિલમાં ભારતને મોટી રાહત મળી છે. અમેરિકી સરકારે ટેરિડ દર પ૦ ટકાથી ઘટાડી ૧૮ ટકા કર્યો છે. એટલું જ નહીં, રૂસથી ક્રૂડ ઈમ્પોર્ટ બદલ ઝીંકેલ રપ ટકા ટેરિફ પરત ખેંચવા પણ નિર્ણય લીધો છે. તેથી ભારતના નિકાસકારોને રૂ।. ૪૦,૦૦૦ કરોડ જેટલો ફાયદો થવાની સંભાવના છે.

ભારતને અમેરિકા સાથેના વેપાર કરારમાં મોટી રાહત મળી છે. યુએસ વહીવટી તંત્રે માત્ર ટેરિફ દર પ૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યો નથી, પરંતુ રશિયાથી તેલ આયાત પર દંડ તરીકે લાદવામાં આવેલા રપ ટકા ટેરિફને પણ ઉલટાવી દેવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ભારતીય વ્યવસાયોને રૂ।. ૪૦,૦૦૦ કરોડની રાહત મળવાની અપેક્ષા છે.

વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર ર૭ ઓગસ્ટ, ર૦રપ અને ૬ ફેબ્રુઆરી, ર૦ર૬ વચ્ચે યુએસ દ્વારા કરવામાં આવેલી આયાત માટે રિફંડ જારી કરવામાં આવશે. આ રિફંડ યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન એક્ટ હેઠળ જારી કરવામાં આવશે. ભારતીય નિકાસકારોને રિફંડની ચોક્કસ રકમ હજુ સુધી ચોક્કસ નથી. રિફંડની રકમ યુએસ આયાતકારને આપવામાં આવશે, જે પછી ભારતીય નિકાસકાર સાથે રકમનું વિતરણ કરવા માટે વાટાઘાટો કરશે.

અમેરિકાના ટ્રેઝરી અનુસાર અમેરિકાએ ર૦ર૪ માં આયાતી માલ પર ૭૯ બિલિયન ડોલરનો ટેરિફ લાદ્યો હતો. ર૦રપ માં આ આંકડો વધીને ૧૯૪ બિલિયન ડોલર થયો. અમેરિકાની આયાતમાં ભારતનો હિસ્સો ૩.પ ટકા છે. ભારતમાંથી થતી ૬૦ ટકા યુએસ નિકાસ ટેરિફને આધીન છે. પરિણામે અમેરિકાએ ભારતથી થતી આયાત પર પ૦ ટકા ટેરિફ લાદીને આશરે ૪ બિલિયન (રૂ।. ૪૦,૦૦૦ કરોડ) વધારાની આવક એકત્રિત કરી છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેપાર સોદા પરના વચગાળાના કરારના માળખા મુજબ રશિયાથી ભારત દ્વારા તેલ આયાત ફરી શરૂ કરવા પર દેખરેખ રાખવા માટે ત્રણ મંત્રીઓની ટાસ્ક ફોર્સની રચના કરી છે. આમાં વાણિજ્ય પ્રધાન, વિદેશ પ્રધાન અને નાણા પ્રધાનનો સમાવેશ થાય છે. જો આ સમિતિ માને છે કે ભારતે રશિયાથી તેલ આયાત ફરી શરૂ કરી છે, તો તે રાષ્ટ્રપતિ ટ્રમ્પને રપ ટકા દંડ લાદવા અને અન્ય પગલાં લેવાની ભલામણ કરી શકે છે. વેપાર કરાર અંગે ભારત સરકારે જણાવ્યું છે કે, આ કરાર ભારતીય અર્થતંત્રને નવી ગતિ અને નવી ઊંચાઈએ પ્રદાન કરશે. ભારતીય ખેડૂતોને નુક્સાન પહોંચાડી કોઈપણ પ્રોડક્ટનો વેપાર કરારમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

કેન્દ્રિય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે કઈ વસ્તુઓને અમેરિકાને ટેરિફ મુક્તિ આપવામાં આવી નથી અને કઈ વસ્તુઓને ભારતમાં પ્રવેશવાથી પ્રતિબંધિત કરવામાં આવી છે. છાલ વગરના અનાજ અને લોટ, બટાકા, ડુંગળી, વટાણા, કઠોળ, કાકડી, મશરૂમ્સ, નારંગી, દ્રાક્ષ, લીંબુ અને મિશ્ર તૈયાર શાકભાજી ભારતમાં પ્રવેક કરશે નહીં.

અમેરિકા સાથેના વેપાર કરાર અંગે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે રવિવારે કહ્યું કે તે વ્યવહારનો વિષય છે. જો હું કંઈ નહીં આપું, તો હું મારા ખેડૂતો માટે યુએસ બજાર કેવી રીતે ખોલીશ? યુએસ બજાર ખૂલવાથી આપણા ખેડૂતોની આવક વધશે. જો કોઈ કહે કે બે પાનાના સંયુક્ત નિવેદનમાં સુરક્ષાનો અભાવ છે, તો તેઓ ગેરમાર્ગે દોરનારા છે.

અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે એક હિન્દી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, આગામી થોડા દિવસોમાં કેટલાક ટેકનિકલ કાગળો પર હસ્તાક્ષર કરવામાં આવશે, પરંતુ આ કરાર લગભગ અંતિમ છે. આ ટેરિફ કરાર વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ઘણાં વર્ષોથી રહેલી મજબૂત મિત્રતાનું પરિણામ છે. આ ટેરિફ અન્ય દેશો કરતા ઘણો ઓછો છે. પહેલા ભારત ખૂબ ઊંચા ટેરિફને આધીન હતું, પરંતુ હવે ભારત ઓછા ટેરિફ ધરાવતા દેશોમાં સામેલ છે. અમેરિકા અને ભારત વચચેના સંબંધોમાં અપાર સંભાવનાઓ છે. આ વેપાર કરાર બન્ને દેશો વચ્ચેના સંબંધોના આગામી તબક્કાની શરૂઆત કરશે. આ સાથે તેમણે ભારત-અમેરિકા કરારની પુષ્ટિ કરી હતી.

એક અંગ્રેજી અખબારને વ્હાઈટ હાઉસના એક અધિકારીએ એમ પણ કહ્યું છે કે, અમેરિકા ભારતમાંથી આવતા માલ પર લાદવામાં આવેલા વધારાના ટેરિફને દૂર કરશે, જે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ સજા તરીકે લાદવામાં આવ્યો હતો.

આમ, હવે ભારત-અમેરિકા વચ્ચેની ડીલનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, અને મડાગાંઠ સર્જાયા પછી રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના દંડ રૂપે વસૂલાયેલો ટેક્સ જો પરત રિફંડ અપાઈ રહ્યો હોય, તો તે પણ ભારતીય નિકાસકારોને મોટી રાહત આપશે, તેવા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial