Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગરની નંદન સાયન્સ સ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

શાળા પ્રમુખ પ્રવિણભાઈ માડમના હસ્તે ધ્વજવંદનઃ

                                                                                                                                                                                                      

જામનગરની નંદન સાયન્સ સ્કૂલમાં ભારતના ૭૭ મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળાના પટાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે નંદન સાયન્સ સ્કૂલના પ્રમુખ પ્રવિણભાઈ માડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેમના હસ્તે ત્રિરંગો લહેરાવી ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેમાન તરીકે ભરતભાઈ વડગામા તથા શ્રી વિનુભાઈ ધ્રુવ (પૂર્વ કોર્પોરેટર) પણ ઉપસ્થિત રહ્યા હતાં. ધ્વજવંદન પછી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતાં. બાળકો દ્વારા વંદે માતરમ્, ભારત માતા કી જય ના નારાઓ સાથે વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial