Sensex

વિગતવાર સમાચાર

મહાશિવરાત્રિના દિને ધ્રોલમાં નીકળશે ભોળાનાથની સવારી

હિન્દુ સેના દ્વારા તડામારી તૈયારઃ સમાપન પછી મહાપ્રસાદ

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૧૧: ધ્રોલના રાજમાર્ગો પર ભોળાનાથની સવારી નીકળશે. હિન્દુ સેના દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં વેપારીઓને સ્વયંભૂ બંધ પાળી જોડાવા આહવાન કરાયું છે.

ધ્રોલ મહાશિવરાત્રિના પાવન પર્વને વધાવવા માટે ધ્રોલ શહેર સજ્જ બન્યું છે. હિન્દુ સેના - ધ્રોલ દ્વારા આ વર્ષે પણ આગામી તારીખ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ને રવિવારના દેવાધિદેવ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

શિવ ભક્તિ અને સનાતની એકતાના દર્શન કરાવતી આ શોભાયાત્રા ૪ કલાકે નદી પાસે સ્થિત ત્રંબોકેશ્વર મહાદેવ મંદિરથી હર હર મહાદેવના નાદ સાથે પ્રસ્થાન કરશે. હિન્દુ સેના દ્વારા આ આયોજનને અભૂતપૂર્વ બનાવવા માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. શોભાયાત્રામાં ભગવાન શિવજીની આકર્ષક પાલખી, શણગારેલા વાહનો અને ઢોલ-નગારાના તાલે ભક્તો જોડાશે. આ પ્રસંગે હિન્દુ સેનાએ ધ્રોલના તમામ વેપારી મિત્રોને ખાસ વિનંતી કરી છે કે, શિવજીની આ પાવન યાત્રામાં સહભાગી થવા માટે પોતાના વ્યવસાય અને દુકાનો સ્વયંભૂ બંધ રાખી, સપરિવાર અને મિત્રમંડળ સાથે શોભાયાત્રાની શોભા વધારે.

આ શોભાયાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ભ્રમણ કરશે, જ્યાં ઠેર-ઠેર ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવશે. યાત્રાના સમાપન પછી તમામ ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધર્મોત્સવના આ પાવન અવસરે ધ્રોલની ધર્મપ્રેમી જનતાને ઉમટી પડવા હિન્દુ સેના દ્વારા આહ્વાન કરાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial