Sensex

વિગતવાર સમાચાર

ચોકડી પાસે ફૂલસ્પીડમાં દોડતી કચરાની ગાડીએ સર્જયો અકસ્માતઃ સ્કૂટર પર જતા મહિલા-યુવતી ઘવાયા

શહેરના માર્ગાેને હાઈવે સમજી ફૂલસ્પીડમાં ચલાવાય છે કચરાની ગાડીઓઃ

                                                                                                                                                                                                      

જામનગરના નૂરી ચોકડી વિસ્તારમાં આજે સવારે નવેક વાગ્યે જીજે-૧૦-ઈડી ૪૨૯૧ નંબરના એક્ટિવા સ્કૂટર પર ગીતાબેન યોગેશભાઈ નામના મહિલા અને તેમની પુત્રી પસાર થતા હતા ત્યારે ફૂલસ્પીડમાં ધસી આવેલી જીજે-૧૦-વાય ૫૨૭૪ નંબરની કચરો વહન કરતી ગાડીએ તેઓના સ્કૂટરને હડફેટે લીધું હતું. જેના પગલે માતા-પુત્રી સ્કૂટર પરથી ફંગોળાયા હતા અને સ્કૂટર કચરાની ગાડી હેઠળ ચગદાઈ ગયું હતું. બનાવની જાણ થતાં ૧૦૮ ધસી આવી હતી. જેમાં ઈજાગ્રસ્ત માતા-પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી કચરાની ગાડીનો ચાલક મુઠ્ઠીઓ વાળીને નાસી ગયો હતો. સ્થળ પર એકત્ર થઈ ગયેલા લોકોએ રોષે ભરાઈને કચરાની ગાડીના તમામ ટાયરની હવા કાઢી નાખી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ કચરો ઉપાડવા માટે કેટલીક જૂની ગાડીઓ દોડાવવામાં આવતી હતી. કચરા જેવી થઈ ગયેલી આ ગાડીઓને તેના બહારગામથી આવેલા ચાલકો શહેરના માર્ગાેને ધોરીમાર્ગ સમજીને પુરપાટ ઝડપે ચલાવતા રહેતા હતા અને નાના મોટા અકસ્માત સર્જતા રહેતા હતા. ત્યારપછી કચરો ઉપાડવા માટે નવી ગાડીઓ મૂકવામાં આવી છે તેના ચાલકો પણ ધોરીમાર્ગ પર વાહન ચલાવતા હોવાનું માંડી લઈ સાંકડી શેરી-ગલીઓમાં કચરાની ગાડીઓ ફૂલસ્પીડમાં ચલાવી રહ્યા છે. જેના પગલે જીવલેણ અકસ્માત સર્જાઈ જવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial