Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

કાલાવડ નજીક રણુજા રોડ પર ખાનગી શાળામાં ધો.૯ના વિદ્યાર્થીને શિક્ષકે ધોકાવ્યો

સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: કાલાવડ નજીક રણુજા રોડ પર એક ખાનગી શાળામાં ધો.૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર કોઈ કારણથી ઉશ્કેરાયેલા એક શિક્ષકે માનવતા નેવે મૂકી આ વિદ્યાર્થીને ફડાકા ઝીંકવા ઉપરાંત વાળ પકડીને લાતો માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર જાગી છે.

કાલાવડના રણુજા રોડ પર આવેલી એક ખાનગી શાળામાં એક શિક્ષક કોઈ કારણથી ઉશ્કેરાયા પછી વિદ્યાર્થીને વાળ ખેંચીને મારકૂટ કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ શાળામાં ધો.૯માં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીને ઉપરોક્ત શિક્ષકે ફડાકા ઝીંક્યા પછી વાળ ખેંચીને લાતો મારી હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જેના પગલે વાલીગણમાં આક્રોશ પ્રસર્યાે છે. વીડિયોમાં દેખાતા શિક્ષક સામે પગલાં ભરવા માગણી ઉઠી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial