Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ભાણવડ ત્રણ પાટીયા પાસે ત્રિપલ સવારીમાં જતાં બાઈકને બોલેરો કેમ્પરની ટક્કરઃ ત્રણને ઈજા

લગ્નપ્રસંગમાં જતાં વ્યક્તિઓને નડ્યો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: ભાણવડ નજીક ત્રણ પાટીયા પાસે રવિવારે સવારે ત્રિપલ સવારીમાં જતાં એક બાઈકને બોલેરો કેમ્પરે હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ભોરીયા ગામના એક યુવાનને પગમાં ફ્રેક્ચર, સાથે રહેલા તરૂણને એક પગમાં બે ફ્રેક્ચર અને એક અન્ય વ્યક્તિને હાથ તથા પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે. નાસી ગયેલા બોલેરો ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભોરીયા ગામના દિલીપભાઈ ધનાભાઈ નનેરા તથા તેમના મિત્ર નિલેશભાઈના સસરા દેવાભાઈ અને નિલેશભાઈનો દીકરો ડેવીડ રવિવારે સવારે જીજે-૧૦-બીડી ૫૦૬૩ નંબરના મોટરસાયકલમાં ભોરીયા ગામથી જામજોધપુર નજીક વર્તુ ડેમ તરફ વાડી વિસ્તારમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળ્યા હતા.

ત્રિપલ સવારીમાં જતું આ બાઈક ભાણવડના ત્રણ પાટીયા રોડ પાસે પહોંચ્યું ત્યારે જીજે-૧ર-એઈ ૬૪૩૯ નંબરની બોલેરો કેમ્પરના ચાલકે તેઓને સામેથી ઠોકર મારી દીધી હતી. રોડ પર પછડાયેલા દિલીપભાઈને પગમાં તેમજ ડેવીડને પણ પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે. જ્યારે દેવાભાઈને હાથ તથા પગમાં ફ્રેક્ચર થયા છે. અકસ્માત સર્જી બોલેરો કેમ્પર સ્થળ પરથી નાસી ગઈ હતી. જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દિલીપભાઈએ તેની ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial