Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

લોકસભામાં બજેટ પર બોલતા રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે ઉઠાવ્યા સવાલોઃ આકરી ટીકા

ભારત વચને બંધાણું: અમેરિકા સામે કોઈ શરત નહીં!

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૧: લોકસભામાં ગઈકાલે ગતિરોધ ખતમ થયા પછી વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે બજેટ સત્રમાં ભાષણ આપવાનું શરૂ કર્યું ત્યારે એ.આઈ. તથા દુનિયા યુદ્ધો તરફ આગળ વધી રહી હોવાનો ઉલ્લેખ કર્યા પછી ટ્રમ્પ ટેરિફ અને તે પછી ભારત-અમેરિકા ટ્રેડડીલના મુદ્દે મોદી સરકારને ઘેરી છે અને તાર્કિક સવાલો ઊઠાવ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમેરિકાએ ભારતને પાકિસ્તાનની હરોળમાં મૂકી દીધું છે. ટ્રેડ ડીલમાં ભારતે કેટલાક વચનો આપ્યા છે, પણ અમેરિકા કોઈ પણ પ્રકારના વચનથી બંધાયું નથી. અમેરિકાને ર૦ વર્ષ સુધી ટેક્સમુક્તિ આપી છે. ટ્રમ્પ સાથે બરોબરીથી વાત કરવી જોઈતી હતી, પરંતુ તેમ થયું નથી. હવે ભારત તેલ (ક્રૂડ) ક્યાંથી ખરીદશે તે અમેરિકા નક્કી કરશે. આ ડીલ શરમજનક છે. આપણે ટ્રમ્પને કહેવું જોઈએ કે ભારત એ પાકિસ્તાન નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે બજેટમાં કાંઈ ખાસ નથી, અમેરિકાએ ભારતને પોતાના કબજામાં લઈ લીધું છે. વડાપ્રધાનની આંખોમાં ડર દેખાય છે. મોદી સરકારની ગરદન ફસાયેલી છે. સરકારે દેશને વેંચી નાખ્યો છે. રાહુલ ગાંધીએ ગૃહમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને બજેટ પરની ચર્ચા દરમિયાન વિદેશનીતિ અને ટ્રેડ ડીલનો મુદ્દો ઉઠાવાયો છે, અને મોદી સરકારને આડે હાથ લેતા શબ્દ પ્રયોગો કર્યા છે.

રાહુલ ગાંધીના આ શબ્દ પ્રયોગો પછી ગૃહમાં હોબાળો થયો છે અને શાસક પક્ષના સાંસદોએ જોરદાર વિરોધ ઊઠાવ્યો છે. કેન્દ્રિય મંત્રી કિરણ રિજ્જિુએ કહ્યું કે, વિપક્ષના નેતા બેબુનિયાદ અને જુઠ્ઠા આરોપો લગાવી રહ્યા છે, અને કોઈપણ પુરાવા વગર બોલી રહ્યા છે. ગૃહના અધ્યક્ષ સ્થાનેથી જગદમ્બિકાપાલે કહ્યું કે, રાહુલ ગાંધી ગૃહના નિયમોની વિરૂદ્ધ બોલી રહ્યા છે અને નિયમોનું પાલન કરી રહ્યા નથી. આ લખાય છે ત્યારે રાહુલ ગાંધીના ભાષણ સામે હોબાળો થઈ રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial