Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

અનમોલ ફ્રેન્ડસ ફોર એવરનો સ્નેહમિલન સમારોહ

ગુરૂવંદના અને પષ્ઠીપૂર્તિ જેવા કાર્યક્રમ સાથે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરના અનમોલ ફ્રેન્ડ્સ ફોર એવર ગ્રૂપ દ્વારા જામનગર ની નેશનલ હાઈસ્કૂલમાં ધો. ૫ (વર્ષ ૧૯૭૨-૭૩) થી ધો. ૧૨ (વર્ષ ૧૯૭૯-૮૦) માં તથા એમ. પી. શાહ કોમર્સ કોલેજમાં એફ.વાય. (વર્ષ ૧૯૮૦-૮૧) થી ટી.વાય.(વર્ષ ૧૯૮૨-૮૩) માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું એલમનાઇ (રીયુનિયન) સાથે સ્નેહ મિલન સમારોહ તથા શિક્ષકોનાં સન્માનનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં બધા મિત્રો સિકસ્ટી પ્લસ એટલે સિનિયર સિટીઝન છે, તેમાંનાં મોટાભાગનાં મિત્રો સજોડે આવ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન વિજય નાખવા અને મહેશ માલદેએ કર્યું હતું. કરાઓકે રાજેશ મંગી એ સંભાળ્યું હતું.  કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ રાષ્ટ્ર ગીત ગાઈને કરવામાં આવી હતી. ત્યારબાદ દિપક કુબાવત દ્વારા શાળાની પ્રાર્થના તથા સ્વાગત ગીતની રજૂઆત કરવામાં આવી હતી.

આ પછી હિતેશ પોટા (વોઈસ ઓફ મુકેશ), ધનંજય દવે, નલિન પટેલ, મેહુલ આચાર્ય વગેરે દ્વારા મિત્રતાનાં મનોરમ્ય ગીતો વડે કાર્યક્રમ ભવ્ય બન્યો હતો.

ત્યારપછી સૌ મિત્રોએ કપલમાં સ્ટેજ ઉપર આવીને જાણે ષષ્ઠી પૂર્તિની ઉજવણી કરતાં હોય તે રીતે સૌએ  પોતાની ઓળખ આપી હતી. નિમંત્રણને માન આપીને  નેશનલ હાઈસ્કૂલનાં પાંચ  શિક્ષકો એ. પી. અમૃતિયા  (પ્રિન્સિપાલ) , એમ. પી. જેઠવા, એમ. એમ. ચોવટીયા, કિરણભાઈ જડિયા  , કે. કે. ધામાણી ઉપસ્થિત રહૃાા હતા.

તેઓનું સન્માન અનમોલ ગ્રૂપ તરફથી શાલ ઓઢાડીને, પૂષ્પગુચ્છ આપીને તથા ટોપણ માધવજી કાગદી પરિવાર તરફથી મોમેન્ટો આપીને કરવામાં આવ્યું હતું. ત્યારપછી તેમનાં આશીર્વચનોનો લાભ તેમણે આપ્યો હતો.

આ  પછી ગ્રૂપના સ્થાપક અને જામનગરનાં સાહિત્યકાર અનિલ બી. સરૈયા અનમોલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ જયેશ નાખવાએ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial