Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં આપના અગ્રણીના પરિવારને મતાધિકારથી વંચિત રાખવા ષડયંત્રનો આક્ષેપ

મતદાર યાદીમાંથી નામ હટાવીને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: આમઆદમી પાર્ટીના જામનગર શહેરના વોર્ડ નંબર બાર ના પ્રમુખ સહિત મુસ્લિમ સમાજના ૨૬૦ લોકોના નામો મતદાર યાદીમાંથી કમી કરવા, ખોટા વાંધા નોંધાવી ખોટા પૂરાવા ઊભા કરી મતાધિકારથી વંચિત રાખવાનું ષડયંત્ર કરનાર સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

આપના અગ્રણી અબ્દુલા વલીમામદ બ્લોચએ જિલ્લા કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું છે કે પોતાનું તેમજ પોતાના ભાઈ, ભત્રીજા, કાકી, ભાભી, પુત્રવધૂ વગેરે મળી સમાજના કુલ ૨૬૦ લોકોને મતાધિકારથી વંચિત રાખવા કોઈએ ષડયંત્ર રચયું છે. આ બાબતે કુલ ચાર વ્યક્તિઓએ વાંધા અરજી આપી છે. જ્યારે ચાર માંથી બે વાંધેદારોના નામ ખોટા હોવાનું કહેવાય છે. આથી આ બાબતે તપાસ કરી, કડક પગલાં લેવા માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial