Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

વૃદ્ધા નિર્મળાબેન પાલાએ સગાભાઈ સામે જમીન હડપ કરી હોવાની નોંધાવી ફરિયાદ

નગરના કાજી ચકલા વિસ્તારમાં રહેતા ૬પ વર્ષિય

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ જામનગરના વૃદ્ધાના સગાભાઈએ પોતાના દીકરાઓના નામે જમીનના પ્લોટ બક્ષિસ તરીકે લખાવી લીધા હોવાની સિવિલ કોર્ટમાં કેસ કરીને દાદ માગ્યા પછી જમીન કૌભાંડ આચરીને તથા ખોટી ઓળખ આપીને દસ્તાવેજો નોંધાવ્યાની ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.

જામનગરમાં હાજીના ચકલા વિસ્તારમાં રહેતા ૬પ વર્ષિય વૃદ્ધા નિર્મળાબેન ઉર્ફે નીલાબેન વ્રજલાલ પાલાએે પોતાના સગાભાઈ વિરૂદ્ધ કરોડોની જમીન ખોટા દસ્તાવેજો દ્વારા હડપ કરવાની લેખિત ફરિયાદ પંચકોશી 'એ' ડિવિઝનમાં નોંધાવી હોવાનું જણાવી પોતાની સાથે સગાભાઈએ કરેલી દગાબાજીની વિગતો રજૂ કરી છે.

આ ફરિયાદ મુજબ જામનગર તાલુકાના સુવરડા ગામમાં આવેલી નવા સર્વે નંબર-૩ર૧ (જુના સર્વે નંબર-૧૧૧/૩/ર-૧) વાળી અંદાજે ૧પ વિઘા ખેતીની જમીન ફરિયાદી નિર્મળાબેનની મૂળ માલિકીની છે. ફરિયાદીએ જ્યારે મહેસુલી રેકર્ડની તપાસ કરી ત્યારે જણાયું કે આ જમીન અન્ય કોઈ વ્યક્તિના નામે ચડી ગઈ છે.

આથી ચોંકી ગયેલા નિર્મળાબેને ઊંડી તપાસ કરી તો માલુમ પડ્યું કે અઢી દાયકા પહેલા વર્ષ ર૦૦૧ માં જામનગરની સબ-રજિસ્ટ્રારની કચેરીમાં એક ખોટો દસ્તાવેજ ઊભો કરવામાં આવ્યો હતો.

ફરિયાદીના વધુમાં જણાવ્યા મુજબ કોઈ અજાણી મહિલાને નિર્મળાબેન તરીકે રજૂ કરી ખોટી ઓળખાણ આપીને દસ્તાવેજની નોંધણી કરાવી લેવાઈ હતી, જેમાં ફરિયાદીના સગાભાઈ હરિલાલ રણછોડદાસ નાંઢાની સાક્ષી તરીકે સહીઓ હતી.

ફરિયાદીના જણાવ્યા મુજબ તેઓ હંમેશાં જે રીતે સહી કરે છે, તેને સુસંગત સહી દસ્તાવેજમાં નથી. પોતે હંમેશાં અંગ્રેજીમાં સહી કરે છે, જ્યારે દસ્તાવેજમાં ગુજરાતીમાં ખોટી સહીઓ કરવામાં આવી છે. ફરિયાદીએ કરેલા દાવા મુજબ હસ્તાક્ષર નિષ્ણાત પાસે પરીક્ષણ કરાવતા દસ્તાવેજ કે નોટીસમાં કરવામાં આવેલી સહીઓ ફરિયાદી નિર્મળાબેનની નહીં હોવાનું પણ પૂરવાર થયું છે.

ફરિયાદી વૃદ્ધાએ પોતાના સગાભાઈએ અન્યો સાથે મળીને પૂર્વઆયોજિત કાવતરૂ રચી, અજાણી સ્ત્રીને ફરિયાદીની જગ્યાએ ઊભી કરીને કિંમતી જામીનગીરી સમાન ખોટો દસ્તાવેજ ઊભો કરીને વિશ્વાસઘાત સાથે છેતપરપિંડી કરી હોવાથી દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની પોલીસમાં અરજી કરી છે. આ જ ભાઈએ ભૂતકાળમાં સગા મોટાભાઈ સાથે દગાબાજી કરી હોવાનો તેણીએ આક્ષેપ પણ કર્યો છે. આ પ્રકારની ફરિયાદીએ રજૂ કરેલી હકીકતો પછી કળિયુગમાં કોનો ભરોસો કરવો...? તેવો સવાલ પણ ઊઠી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial