Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં લૂંટના ગુન્હામાં સાત વર્ષની સજા પછી નાસી ગયેલા આરોપીની કરાઈ અટકાયત

જુદા જુદા પોલીસ મથકમાં નોંધાયેલા છે ૪૬ ગુન્હાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરના જોડિયા ભુંગામાં રહેતા અને સાત વર્ષ પહેલાંની એક લૂંટના ગુન્હામાં સાત વર્ષની સજા પામી નાસી ગયેલા કુખ્યાત શખ્સને ગઈકાલે એલસીબીએ દબોચી લીધો છે. આ શખ્સ સામે જુદા જુદા પોલીસ મથકોમાં ચોરી, હથિયારધારા ભંગ સહિતના ૪૬ ગુન્હા નોંધાયેલા છે.

જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન પંચવટીથી બેડેશ્વર વચ્ચેના ઓવરબ્રિજ નીચે એક કુખ્યાત શખ્સ છરી સાથે આવ્યો હોવાની બાતમી મયુદ્દીન, અરજણભાઈ, ભરત ડાંગરને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને તેનાથી વાકેફ કરાયા પછી એલસીબી ટીમ ત્યાં ધસી ગઈ હતી.

આ સ્થળેથી જોડીયા ભુંગામાં રહેતો હનીફ હુસેન સના ઉર્ફે હનફો ચોર નામનો શખ્સ મળી આવ્યો હતો. તેની પાસેથી છરી કબજે કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૮માં જામનગરની દ્વારકાધીશ સોસાયટીમાં એક આસામીના મકાનમાં રાત્રિના સમયે ઘૂસી ગયેલા કેટલાક શખ્સોએ મારકૂટ કરી રોકડ તથા અન્ય ચીજવસ્તુની લૂંટ કર્યાની પોલીસમાં જે તે વખતે થયેલી ફરિયાદમાં હનીફ ઉર્ફે હનફો આરોપી તરીકે ઝડપાયો હતો અને આ શખ્સને અદાલતે સાત વર્ષની સખત કેદ અને રૂ. પ હજારનો દંડ ફટકાર્યાે હતો.

સજાના હુકમ પછી હનફો ચોર નાસી ગયો હતો. તેની કરાઈ રહેલી શોધખોળ દરમિયાન ગઈકાલે એલસીબીએ તેને દબોચી લીધો છે. આ શખ્સ સામે સિટી બી, સી ડિવિઝન ઉપરાંત બેડી મરીન તથા મેઘપર, જોડિયા, પંચકોશી એ ડિવિઝન અને માળીયા મિયાણા, રાજકોટ રેલવે પોલીસ, ગાંધીધામ અને કંડલામાં કુલ ૪૬ ગુન્હા નોંધાયેલા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial