Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ચાંદીમાં રૂ।. ર૭૦૦, સોનામાં રૂ।. ૧૦૦૦ નો કડાકો

રોકાણકારોના પેટમાં ફાળ પડી !

                                                                                                                                                                                                      

મુંબઈ તા.   ૧રઃ વાયદા બજારમાં ફરી કડાકો બોલ્યો છે. ચાંદીમાં રૂ।. ર૭૦૦ નું ગાબડું પડ્યું છે. સોનામાં રૂ।. ૧૦૦૦ નો ઘટાડો થયો છે.

ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો કડાકો જોવા મળ્યો છે. અગાઉની તેજી પછી આજે બજાર ખૂલતાની સાથે જ બન્ને કિંમતી ધાતુઓના ભાવ ગગડ્યા છે, જેના કારણે રોકાણકારોમાં ફાળ પડી છે.

બપોર સુધીમાં સોનાના ભાવમાં આજે રૂ।. ૮૮૪ (-૦.પ૬ ટકા) નો ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ પર સોનાનો જુનો બંધ ભાવ રૂ।. પ૮,૭પપ હતો, જેની સામે આજે બજાર રૂ।. પ૮,૦૦૦ ના ભાવે ખૂલ્યું હતું. દિવસ દરમિયાન સોનાએ રૂ।. પ૮,૧૭૩ ની હાઈ સપાટી અને રૂ।. ૧,પ૭,૭૧૦ ની લો સપાટી બનાવી હતી. એટલે કે આજે સોનું કુલ ૧૦પ૪ રૂપિયા તૂટ્યું હતું, જો કે પછીથી એમાં રિકવરી આવી હતી.

જો કે, ચાંદીના ભાવમાં સોના કરતા પણ વધુ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીમાં આજે રૂ।. ર,૭૦પ (-૧.૦૩ ટકા) નો ઘટાડો થયો છે. ચાંદીનો જુનો બંધ ભાવ રૂ।. ર,૬૩,૦૧૮ હતો, જેની સામે આજે બજાર રૂ।. ર,૬૧,૩૬૧ ના ભાવે ખૂલ્યું હતું. ચાંદીમાં દિવસ દરમિયાન રૂ।. ર,૬૧,૯ર૪ ની હાઈ અને રૂ।. ર,૬૦,રપ૧ ની લો સપાટી નોંધાઈ હતી, જો કે ચાંદી આજે જુના બંધ ભાવ અને આજના લોના તફાવતના આધારે કુલ ર૭૬૭ રૂપિયા તૂટી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial