Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

હાથણી બંધ પ્રાથમિક શાળાથી રાજકોટ માર્ગનો નવાગામનો રસ્તો ખૂલ્લો કરો

જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિતમાં રજૂઆતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના હાથણી વિસ્તાર, નવાગામ (ઘેડ) સીમાડાનો માર્ગ ખુલ્લો કરવા અંગે જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરવાાં આવી છે.

કોર્પોરેટર રચનાબેન નંદાણિયાની આગેવાનીમાં રજૂઆતમાં જણાવ્યું છે કે, હાથણી બંધ વાડી વિસ્તાર નવાગામ (ઘેડ) માં અનેક લોકો વસવાટ કરે છે. અહિંનો જામનગર સાથે જોડતો માર્ગ વર્ષોથી સમસ્યા છે, પરંતુ વર્ષો પહેલા રેલવે લાઈન સુવિધા ઉપલબ્ધ કરવાનું આ માર્ગ બંધ છે.

આ પછી ગામ લોકો દ્વારા લાગુ પડતા ખેતરના શેઢા પર વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરતા હતાં, પરંતુ આ ખેતરો રાજકોટ-ઓખા-હાઈ વે, બેડીબંદર તરફના રસ્તામાં આવતા ખેતરોનું જમીન સંપાદન થતા અને હાલ અહિં રોડનું કામ ચાલુ હોવાથી વૈકલ્પિક રસ્તો બંધ થયો છે.

આવી સ્થિતિમાં એક માત્ર માર્ગ છે તે નવાગામ (ઘેડ) ના સિમાડાનો, પરંતુ સિમાડાને લાગુ પડતા ખતરોના માલિકો આ માર્ગ ખુલ્લો કરવાની ના પાડે છે અને આ માર્ગ ખાનગી હોવાનું જણાવે છે, પરંતુ બન્ને ગામના સિમાડા વચ્ચે ૧૪ ફૂટનો ગાડા માર્ગ છે. હાલ તો ૩૦૦ થી વધુ લોકોની અવરજવર બંધ થવા પામી છે. ચોમાસામાં આ વિસ્તાર વિખુટો પડી જાય છે.

હાથણી પ્રાથમિક શાળાની રાજકોટ સ્ટેટ હાઈ-વે સુધીનો નવાગામ (ઘેડ) નો માર્ગ ખુલ્લો કરવામાં આવે તો સમસ્યાનું સમાધાન થઈ શકે તેેમ છે. આથી સત્વરે આ અંગે યોગ્ય નિર્ણય કરવો જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial