Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

રૂ।.૮પ હજારના ચેક પરતના કેસમાં નગરના આસામીને એક વર્ષની કેદ

ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના એક આસામીને રૂ।.૮૫ હજારના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છ.

જામનગરમાં વસવાટ કરતા તેજસ રાજેશભાઈ નંદા પાસેથી તેજસ રવજીભાઈ વઘાડીયાએ રૂ।.૮૫ હજાર હાથઉછીના લીધા હતા. તે રકમની પરત ચૂકવણી માટે તેજસ વઘાડીયાએ ચેક આપ્યો હતો.  તે ચેક પરત ફર્યાે હતો.

ત્યારપછી તેજસ નંદાએ નોટીસ પાઠવી હતી. તેમ છતાં ચેક મુજબની રકમ પરત ન મળતા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં જામનગરની અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી ધી નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ તેજસ રવજીભાઈ વઘાડીયાને એક વર્ષની સજા અને રૂ।.૮૫ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ન ચૂકવાય તો વધુ ત્રણ મહિનાની કેદની સજાનો આદેશ કરાયો છે. ફરિયાદી તરફે વકીલ ભગીરથસિંહ ઝાલા, કલ્પેન રાજાણી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial