Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ફલ્લા પાસે મચ્છી ભરેલી પીકઅપ વાનનું ગોથું

રોડ પર મચ્છીઓ વેરણછેરણ થઈ ગઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર-રાજકોટ માર્ગ પર ફલ્લા પાસે ગઈકાલે સાંજે એક બોલેરો તેના ચાલકના કાબૂ બહાર ગયા પછી ડિવાઈડર સાથે ટકરાઈ પડી હતી. આ પીકઅપ વાનમાં લઈ જવામાં આવી રહેલી મચ્છી રોડ પર વેરણછેરણ થઈ ગઈ હતી. અકસ્માતમાં ચાલકનો બચાવ થયો છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લા ગામ પાસેથી ગઈકાલે સાંજે એક બોલેરો પીકઅપ વાન પસાર થતી હતી ત્યારે કોઈ કારણથી બોલેરોના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવી દીધો હતો. રોડ પર થોડે સુધી સર્પાકારે દોડી બોલેરો ડિવાઈડર સાથે ટકરાઈ પડી હતી અને ગોથંુ મારી ગઈ હતી. આ વેળાએ પીકઅપ વાનમાં ભરેલી મચ્છી રસ્તા પર વેરણછેરણ થઈ ગઈ હતી. અકસ્માતના સ્થળે હાજર લોકો દોડી આવ્યા હતા. તે દરમિયાન આડી પડી ગયેલી બોલેરોમાંથી તેનો ચાલક સહીસલામત રીતે બહાર નીકળી આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial