
પોલીસને બોલાવ્યાનો ખાર રાખી યુવાનને ધોકાવાયોઃ
જામનગર તા. ૭: જામનગર નજીકના ખીજડિયા ગામના એક ખેડૂતે સુરતના ખેડૂત પાસેથી અન્ય વ્યક્તિઓને દલાલી મેળવી જમીન વેચાતી અપાવી હતી. તે જમીન હવે નથી જોઈતી તેમ કહી ત્રણ સપ્તાહ પૂર્વે ચાર વ્યક્તિએ ખીજડિયા આવી આ ખેડૂત તથા અન્ય વ્યક્તિને માર માર્યાે હતો. જ્યારે પોલીસને બોલાવનાર કલ્યાણપુરના બામણાશા ગામના એક યુવાનને છ શખ્સે ઢીકાપાટુ, પાઈપથી માર મારી હાથ ભાંગી નાખ્યો હતો.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડિયા ગામમાં વસવાટ કરતા અને ખેતીકામ કરતા ભીખુભાઈ પોપટભાઈ ચાંગાણી નામના ખેડૂતે થોડા વખત પહેલાં સુરતના ઈબ્રાહીમભાઈ નામના ખેડૂત પાસેથી જમીન ખરીદવા ઈચ્છતા રાજકોટ જિલ્લાના મોટા મૈવા ગામના નારણભાઈ કારાભાઈ બેરા, વિજયભાઈ ગોવિંદભાઈ પટેલ, મનિષ રતીલાલ પણસારાને એક જમીન વેચાતી અપાવી હતી અને દલાલી પ્રાપ્ત કરી હતી.
ત્યારપછી ઉપરોક્ત જમીન અમારે જોઈતી નથી, અમારા પૈસા ઈબ્રાહીમભાઈ પાસેથી પરત અપાવી દે તેમ કહી ગઈ તા.૧૩ની બપોરે નારણભાઈ, વિજયભાઈ, મનિષભાઈ તથા નારણભાઈના ભત્રીજાએ સુરતથી ધસી આવી બોલાચાલી કરી હતી. નારણભાઈએ ગાળો ભાંડી હતી અને વચ્ચે પડેલા પિયુષને આ વ્યક્તિઓએ ઢીકાપાટુથી માર માર્યાે હતો. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભીખુભાઈ એ ફરિયાદ નોંધાવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બામણાશા ગામના અનોપસિંહ લખુભા વાઢેર ઉર્ફે અનુપસંગે ગયા બુધવારે સાંજે બામણાશા ગામના પાટીયા પાસે દુકાન નજીક કેટલાક મજૂરો બોલાચાલી કરતા હોવાથી ૧૧ર નંબર પર કોલ કરી પોલીસને બોલાવતા તે બાબતનો ખાર રાખી નવુભા ગિરૂભા વાઢેર, લાલુભા ગિરૂભા, લોકેન્દ્રસિંહ ગિરૂભા ઉર્ફે મુન્ના, પ્રદીપસિંહ ગુલાબસિંહ વાઢેર, બ્રિજરાજસિંહ નવુભા વાઢેર, જયપાલસિંહ નવુભાએ પાઈપ, ઢીકાપાટુથી માર મારી અનોપસિંહને ઈજા પહોંચાડી હતી. કલ્યાણપુર પોલીસ મથકમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial