Sensex

વિગતવાર સમાચાર

કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં યોજાયો 'કર્મશીલ સદ્ભાવ' કાર્યક્રમ

માતૃગૌરવ દિનની ઉજવણી અંતર્ગત

                                                                                                                                                                                                      

જામનગરમાં શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં માતૃ ગૌરવ દિવસની ઉજવણી 'કર્મશીલ સદ્ભાવ કાર્યક્રમ' સ્વરૂપે કરવામાં આવી હતી. દર વર્ષે રાષ્ટ્ર માતા કસ્તુરબા પુણ્યતિથિ તથા કુળમાતા મંજુલાબેન દવેની સ્મૃતિ એ યોજવામાં આવતા વિશેષ કાર્યક્રમ નિમિત્તે આ વર્ષે સંસ્થાના તમામ વિભાગોના અત્યાર સુધીના નિવૃત્ત કર્મશીલ બહેનો-ભાઈઓને આનંદભેર વધાવવા તથા આદરભેર સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટી મંડળા પ્રમુખ દીનાબેન મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં લગભગ ૧૦૦ જેટલા નિવૃત્ત કર્મશીલ બહેનો-ભાઈઓને સ્મૃતિ ભેટ, સુત્ર માળા અને ખાદીના ખેસથી અભિવાદિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગરે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું અને પૂર્વસુરીઓને યાદ કરી અંજલિ અર્પી હતી. હાઈસ્કૂલના આચાર્યા હીનાબેન તન્નાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સન્માનિત કર્મશીલ વડીલોએ લાગણીસભર પ્રતિભાવો આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કા. મંત્રી પાર્થ પંડયાએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial