Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ટેકાના ભાવે ચણાની ખરીદીમાં મહત્તમ મર્યાદા નહીંનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

લાલપુર તાલુકામાં ખેડૂતો પાસેથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: લાલપુરની સરદાર ખેત ઉત્પાદન ખરીદ વેંચાણ સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીમાં કોઈપણ જાતની મહત્તમ મર્યાદા નહીં હોય તેવી મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે.

આત્મનિર્ભર ભારત હાલ યોજના હેઠળ એક વીઘા દીઠ ર૮૭ કિલો એટલે કે ૧૪ મણ ૭ કિલો ચણા લેવામાં આવશે અને આમાં કોઈ મહત્તમ મર્યાદા લાગુ પડશે નહીં. મતલબ જેટલા વીઘાના વાવેતરનો દાખલો હશે તે પ્રમાણે કોઈપણ મર્યાદા વગર તમામ જથ્થાની ખરીદી કરવામાં આવશે. જેનું રજિસ્ટ્રેશન આવતીકાલથી સરદાર ખેત ઉત્પાદન ખરીદ વેંચાણ સ.મં.લિ. દ્વારા માર્કેટીંગ યાર્ડ લાલપુર ખરીદ કેન્દ્રમાં ચાલુ કરવામાં આવશે, જે ખેડૂતોએ પીએસએસ યોજના હેઠળ ચણાનું રજિસ્ટ્રેશન કરાવેલ છે તેઓ પણ તેમનું ચણાનું રજિસ્ટ્રેશન આત્મનિર્ભર ભારત દાળ યોજનામાં કરી શકશે.

માર્કેટીંગ યાર્ડ લાલપુર ખરીદ કેન્દ્રમાં રજિસ્ટ્રેશન માટેનો સમય સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી તથા બપોરે ૩ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીનો રહેશે.

આત્મનિર્ભર ભારત દાળયોજના હેઠળ ટેકાના ભાવથી ચણા ખરીદી ર દિવસમાં શરૂ થવાની હોય, ચણા તૈયાર થઈ ગયા હોય તો જ વહેલુ રજિસ્ટ્રેશન કરાવવું કેમ કે રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને વારો આવી જાશે તો ૭ દિવસ સુધી જ બીલ બની શકશે. ખાસ ધ્યાને લઈને ચણા જ્યારે તૈયાર થવાના હોય તેના ૩-૪ દિવસ પહેલા રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે.

રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડની ઝેરોક્ષ, ૭-૧ર, ૮અ ની નકલ જેમાં ચણા વાવેતર અંગે તલાટીના સહી-સિક્કા (વાવેતર વિસ્તારના સ્પષ્ટ ઉલ્લેખ સાથે) લાવવાના રહેશે તેમજ રજિસ્ટ્રેશન બાયોમેટ્રિક ફિંગરથી કરવાનું હોય, ખેડૂતોએ પોતે જ આવવાનું રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial