Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

સિંગલ ગેસના બાટલાનું બુકીંગ હવે રપ અને ડબલ સિલિન્ડરનું બુકીંગ ૩૦ દિવસેઃ નવો નિયમ

સરકારે અટકાયતી કદમ ઊઠાવી સમયગાળો વધારવા છતાં કાળબજારમાં ભાવ રૂ।. ૧પ૦૦!

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૦: ઈરાન યુદ્ધના કારણે ફેલાયેલા ગભરાટ વચ્ચે ગેસના બાટલામાં બુકીંગના નિયમો બદલાયા છે, તો ગેસમાં ભાવ વધારા તથા નિયમો બદલાતા દેશના કેટલાક શહેરોમાં હોટલ-રેસ્ટોરન્ટ બંધ રાખવાની જાહેરાત થઈ છે.

અમેરિકા-ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસના સિલિન્ડરોના કાળાબજાર થવા લાગ્યા છે. રમઝાન ચાલુ છે, છતાં કેટલાક સ્થળોએ જરૂરિયાતના કારણે રાંધણ ગેસના સિલિન્ડર રૂ।. ૧,પ૦૦ માં ખરીદવાની ફરજ પડી છે. સરકારે સિલિન્ડરોના કાળાબજાર ડામવા બુકીંગના નિયમોમાં ફેરફાર કર્યો છે.

હવે એક સિલિન્ડરવાળા ર૧ ના બદલે રપ અને બે સિલિન્ડરવાળા રપ ના બદલે ૩૦ દિવસે બુકીંગ કરાવી શકશે. દેશના કેટલાય શહેરોમાં રાંધણગેસના પુરવઠાને લઈને લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. કેટલાય શહેરો અને કસબાઓમાં ગેસના બાટલા માટે લાંબી લાંબી લાઈન જોવા મળી રહી છે. લોકો ખાલી સિલિન્ડરો સાથે એજન્સીઓની બહાર ઊભેલા જોવા મળી રહ્યા છે.

જો કે, સરકાર અને ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં ગેસના સિલિન્ડરોની કોઈ કટોકટી નથી. હાલમાં જોવા મળતી સ્થિતિનું મુખ્ય કારણ ગભરાટમાં કરવામાં આવતું બુકીંગ અને સ્થાનિક સ્તરે પુરવઠા અંગેની સમસ્યા છે.

જો કે, વપરાશકારોનું કહેવું છે કે, વાસ્તવમાં એલપીજીની કોઈ કમી નથી. કેટલાય લોકોએ જણાવ્યું હતું કે, તેમને નિયમિત રીતે સિલિન્ડર મળી રહ્યા છે, છતાં પણ કેટલાક સ્થળોએ સ્થિતિ જુદી દેખાય છે. ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં એક મહિલાએ દાવો કર્યો કે તેણે એલપીજી ૧,પ૦૦ રૂપિયામાં ખરીદ્યું હતું!

બેંગ્લુરૂ હોટેલ એસોસિએશને મહત્ત્વનો નિર્ણય લેતા જણાવ્યું હતું કે, મંગળવારની સવારથી બેંગ્લુરૂની હોટેલોમાં રેસ્ટોરા સર્વિસ બંધ થઈ જશે. આ નિર્ણય કોમર્શિયલ કૂકીંગ ગેસની અછતના પગલે લેવાયો છે. આ પહેલા મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ખાસ આદેશ જારી કરવામાં આવ્યો હતો. તેમાં જિલ્લા પુરવઠા અધિકારીઓ આઈએસી, બીપીસીએલ અને એચપીસીએલને જણાવ્યું હતું કે યુદ્ધ જેવી સ્થિતિમાં પેટ્રોલિય ઉત્પાદનોની સપ્લાય ચેઈન તૂટી શકે છે. આ ઉપરાંત દેશના અન્ય વિવિધ સ્થળોમાં પણ ગેસના ભાવવધારા તથા અનિશ્ચિતતાઓ તથા ગભરાટના કારણે રેસ્ટોરન્ટ-હોટલ હાલતુરંત બંધ રાખવાના નિર્ણયો થઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.

દેશમાં ગેસનો પુરવઠો જાળવી રાખવા માટે અને સપ્લાય ચેઈનમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી ઔદ્યોગિક વપરાશ માટેના એલએનજી (લિક્વિફાઈડ નેચરલ ગેસ) ના જથ્થાને હવે ઘરેલું વપરાશ માટે ડાયવર્ટ કરવામાં આવશે. આ સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઘરેલું ગ્રાહકો માટે ગેસના દરોમાં કોઈ ફેરફાર કે રેશનલાઈઝેશન (કપાત) કરવામાં આવશે નહીં, જેથી સામાન્ય જનતાને ભાવ વધારામાંથી મોટી રાહત મળી શકે તેમ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial