Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

રૂ।.૫૦૦ની જાલી ચલણી નોટ સાથે ઝડપાયેલા બે આરોપીના જામીન નામંજૂર

કાનાલુસ પાસેથી પોલીસે પકડી પાડ્યા'તાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: લાલપુરના કાનાલુસ ગામ પાસે ખાનગી કંપનીના ગેઈટ નજીક ટ્રકના પાર્કિંગમાંથી ગયા મહિને બે શખ્સ રૂ।.૫૦૦ના દરની જાલી ચલણી નોટ સાથે ઝડપાઈ ગયા હતા. આ શખ્સોને જેલહવાલે કરાયા પછી તેઓએ કરેલી જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.

લાલપુરના કાનાલુસ ગામ નજીક આવેલી ખાનગી કંપનીના રોમિયો ગેઈટ પાસે પાર્કિંગમાં પડેલા એક ટ્રકમાં બે શખ્સ પાસે રૂ।.૫૦૦ના દરની જાલી ચલણી નોટ હોવાની બાતમી પરથી પોલીસે ગઈ તા.૧૪ના દિને પાડેલા દરોડામાં હમીદ પપ્પુ નુરા કઠાત તથા અરમાન ફઝલુ રહેમાન અબ્દુલ કુરેશી નામના બે શખ્સ મળી આવ્યા હતા.

આ શખ્સો પાસેથી મળેલી રૂ।.પ૦૦ની ચલણી નોટનું સ્કેનીંગ કરાતા ૧૦૦ નોટ ડુપ્લીકેટ હોવાનું જણાઈ આવ્યું હતું. આ બંને શખ્સની પૂછપરછમાં અન્ય ત્રણના નામ ખૂલ્યા હતા. તેઓની શોધખોળ કરાઈ રહી છે. તે દરમિયાન બંને આરોપીને જેલહવાલે કરાયા હતા. ઉપરોક્ત આરોપીઓએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતા સરકારી વકીલ રાજેશ વશીયરે રજૂ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીની જામીન અરજીઓ નકારી કાઢી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial