Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગર પોલીસની ૧૧૨ની ટીમના કર્મચારી પર ફડાકો ઝીંકી કરાયો હુમલો

ફરજ રૂકાવટ સહિતની નોંધાવાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં ગઈકાલે એક કોલના આધારે મદદ માટે ગયેલી પોલીસ ટીમના કર્મચારીને એક શખ્સે ફડાકો ઝીંકી દઈ ફરજમાં રૂકાવટ કરવા ઉપરાંત નખથી ઈજા પહોંચાડતા તેની સામે ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાવાયો છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીમાં ગઈકાલે બપોરે કોઈએ પોલીસના ૧૧૨ નંબર પર કોલ કરી પોલીસની મદદ માંગી હતી. જેના આધારે ૧૧૨ નંબરની ઇમરજન્સી વાન લઈને પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મીતરાજસિંહ એસ. જાડેજા તથા અન્ય પોલીસ કર્મચારી સ્થળ પર પહોંચ્યા હતા.

આ વેળાએ ત્યાં હાજર વિપુલ પ્રાગજીભાઈ ચૌહાણ નામના શખ્સે તેઓની સાથે ઝઘડો કરવા ઉપરાંત ઝપાઝપી કરી હતી અને મિતરાજસિંહને છાતીમાં ઢીકો મારવા ઉપરાંત ફડાકો ઝીંકી દઈ તેઓની ફરજમાં રૂકાવટ કરવા સહિત નખથી ઈજા પહોંચાડી હતી.

સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિપુલ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial