Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ ગેસમાં પ૦% નો કાપ

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૧૦: વૈશ્વિક સંકટ વચ્ચે ગેસ સિલિન્ડર અંગે ગુજરાત સરકારે ઘરેલુ ગેસને સર્વોચ્ચ પ્રાથમિક્તા આપવાના હેતુથી ઈન્ડસ્ટ્રીયલ ગેસમાં પ૦ ટકાનો કાપ મૂક્યો છે. ઈઝરાયલ-અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના ઊર્જા ક્ષેત્ર પર જોવા મળી રહી છે. આ વૈશ્વિક સંકટ વચ્ચે રાજ્યમાં ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે.

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે, 'સરકારની પ્રથમ પ્રાથમિક્તા રાજ્યના સામાન્ય નાગરિકોના ઘરનો ચૂલો સળગતો રાખવાની છે.'

ગેસના પુરવઠા અંગે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, 'ગેસનો પુરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે. રાજ્ય સરકારની પ્રાયોરીટી ઘરોમાં ગેસની બોટલ પહોંચે તેમ છે. ઈન્ડસ્ટ્રીયલ ગેસમાં કાપ મૂક્યો છે. ગુજરાતમાં એક પણ ચૂલો બંધ ન થાય તેની ચિંતા સરકાર કરી રહી છે. કોમર્શિયલ સિલિન્ડરમાં હજુ સુધી કોઈપણ પ્રકારનો કાપ નથી મૂક્યો. સરકાર ગેસ પુરવઠો ખોરવાય નહીં તેનું આયોજન કરી રહી છે.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial